શિહોરી : રેફરલ હોસ્પિટલમાં લાલિયા વાડી ! દર્દીઓ પરેશાન, અધિકારીઓ બેદરકાર

શિહોરી : રેફરલ હોસ્પિટલમાં લાલિયા વાડી ! દર્દીઓ પરેશાન, અધિકારીઓ બેદરકાર

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જયંતીભાઈ ઠક્કર - શિહોરી ) :બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શિહોરી રેફરલ હોસ્પિટલમાં લાલીયાવાડી ચાલી રહી હોવાની હકીકતો બહાર આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 10:30 વાગ્યા હોવા છતાં પણ કોઈ ડોક્ટર હાજર જોવા મળ્યા ન હતા. ડોક્ટરોની અનિયમિતતાને લઈને આવા ગુલ્લીબાજ  કર્ કર્મચારીઓની તપાસ થાય તેવી લોકમાંગ ઉઠી છે.

અત્રે નોંધનીય છે કે ડોક્ટર ની ચેમ્બર માં ઘડિયાળ પણ બંધ હાલતમાં જોવા મળી હતી જે સવાર 10:30 ની બદલે 11:30 નો સમય બતાવી રહી હતી. બીજી બાજુ દર્દીઓ રાહ જોઇ બેઠા હતા પણ કોઈ ડોક્ટર હાજર ન હતા. શિહોરી એ કાંકરેજ તાલુકાનુ મુખ્ય મથક છે, જ્યાં સરકારે કરોડો ના ખર્ચ  કરી હોસ્પિટલ બનાવી છે.

એવુ પણ જાણવા મળ્યું છે કે ચાર ડોક્ટર હોવા છતા કોઇ કામ કરતા નથી તેવુ લોક મુખે ચર્ચા ચાલી રહી છે. અગાઉ પણ શિહોરી રેફરલ હોસ્પિટલ ની બેદરકારી સામે આવી હતી. એક ટાઈમ એવો હતો કે શિહોરી હોસ્પિટલમાં રોજની ચાર સો થી પાંચસો જેટલી ઓપીડી હતી અને ડીલેવરી માટે પણ શિહોરી રેફરલ હોસ્પિટલ નુ નામ હતુ. એ ટાઈમે બે ડોક્ટર હોવા છતા ટાઈમસર દવાઓ થતી હતી અને હાલમાં ચાર ડોક્ટર હોવા છતા દર્દીઓની કાળજી લેવામાં આવતી નથી. સ્ટાફ પુરતો હોવા છતા કામ કરતા નથી અને મોબાઇલ માં મશગુલ હોય છે તેવી પણ લોક મુખે ચર્ચાઓ ચાલી રહી છે.