રાધનપુર : નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોની હાલત કફોડી ! નિગમના અધિકારીઓનો લૂલો બચાવ
રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે નર્મદા નિગમની અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભંગાણ
પાઇપલાઇનમાં ભંગાણ થતા સોલારમાં અને ખેતરોમાં પાણી ભરાયા
ખેડૂતોને મોટા પાયે નુકસાન
મોર્નિંગ ન્યુઝ ફોકસ, (બ્યુરો ચીફ - પાટણ & રાધનપુર) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ખેડૂતોને ચોમાસુ સીઝન બગડી હતી. શિયાળો સિઝન લેવા માટે નર્મદાના પાણીનો ઇન્તજાર કરી રહ્યા હતા તેવા સમયે ખેડૂતો ઉપર પડતા ઉપર પાટુ સમાન માર પડવા પામ્યો છે.
નર્મદા નિગમ રાધનપુર દ્વારા ભાડિયા ગામ ખાતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ એક પ્રાઇવેટ સોલાર કંપની દ્વારા સોલાર બનાવતા પાઇપલાઇન ઉપર સોલારની કામગીરી કરતા લાઈનો લીકેજ થઈ ગઈ હતી. નર્મદા નિગમ રાધનપુર દ્વારા ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી છોડવામાં આવતા પાઇપ લાઇનનો લીકેજ થવાના કારણે મોટી સંખ્યામાં પાણી સોલાર ની અંદર અને ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો હતો.
નર્મદા નિગમના અધિકારીઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, " અમે કોઈ આવી સોલાર કંપનીને મંજૂરી આપી નથી. અમે તેમના સામે કાર્યવાહી કરીશું." સોલાર કંપની દ્વારા નાખવામાં આવેલ સોલાર પ્લેટ ના ખાડા ગાળવાના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતાં મોટા પાયે નર્મદા નિગમના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદા નિગમના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે .