ઊંઝા તાલુકાના મકતુપુર ગામે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના નો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના સ્થાપના દિને ' મારું ગામ, કોરોના મુક્ત ગામ' અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો જે અંતર્ગત ઊંઝા તાલુકાના મક્તુપુર ગામે પ્રાથમિક શાળા નંબર 1 માં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે.
જે ગામના સરપંચ પટેલ મધુબેનના પતિ પટેલ મફતલાલ સેધીદાસ તથા તલાટી કમ મંત્રી પટેલ હિતેશભાઈ કાંતિલાલ ની દીર્ઘદ્રષ્ટિ થી ગામના દાતાઓ દ્વારા મળેલ અનુદાન તથા જરૂરી સાધનો ના સહોયગથી તથા ગામના યુવા વર્ગની સેવા કરવાની ભાવના અંતર્ગત ગામે 10 બેડની અદ્યતન વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું.
આ કોવિડ કેર સેન્ટરમાં વોટર કૂલર , 7 ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીન, 2 ઓક્સીજન બોટલ 15 લીટર, જરૂરી મેડિસિન, સવારે નાસ્તો 2 ટાઈમ ભોજન વ્યવસ્થા, ફ્રૂટ જ્યુસ તથા દર્દીઓ ની તબિયત ગંભીર થવાથી ઉપલી હોસ્પિટલ એ સ્થાનાંતર સારું પ્રાઇવેટ સાધન સહિતની મૂળભૂત સુવિધા સાથે લોક સેવાનું કાર્ય કરેલ છે. જોકે આ covid કેર સેન્ટરમાં આરોગ્ય કર્મીઓ પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.