CM, Dy CM અને પ્રદેશ પ્રમુખ ક્યાં સુધી તમાશો જોશે ? શું જન આક્રોશ હવે આંદોલન બનશે ?
સુરતમાં ચાલી રહ્યો છે શાળા વિવાદ, જેમાં ધારાસભ્ય જ ભાજપની પ્રતિષ્ઠા ને ઝાંખી પાડી રહ્યા છે
શાળા વિવાદ બાદ હવે સોસાયટીઓ ના રિઝર્વેશન નો મુદ્દો પાલિકા માટે યક્ષ પ્રશ્ન
CM અને DY CM આ બાબતે મૌન કેમ ?
ભાજપ પ્રદેશ પ્રમુખ ના આંખ મીંચામણાં જ ભાજપ ને ડુબાડશે ?
આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની આ નબળી નસ દબાવી આમ આદમી પાર્ટી મેળવી શકે છે ફાયદો
મોદીના નામે ચૂંટણી જીતનારા નેતાઓ મોદીની રાજકીય શૈલી અપનાવવામાં સદંતર નિષ્ફળ
ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે મોદી હંમેશા પાણી પહેલા પાળ બાંધવામાં માંહેર હતા
ભાજપના વર્તમાન નેતાઓ જ્યાં સુધી ભાજપની પ્રતિષ્ઠા ન ખરડાય ત્યાં સુધી ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા ભજવ્યા કરશે ?
મેયર ફોટો સેશનમાં હીરો, કામગીરીમાં ઝીરો !
મોર્નિંગ ન્યુઝ ફોક્સ, સુરત ( સુના સો ચુના ) : છેલ્લા કેટલાય સમયથી સુરતના કતારગામ વિસ્તારમાં વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠ વચ્ચે શાળા વિવાદનો મામલો ચાલી રહ્યો છે જેને લઈને ભાજપમાં અંદરો અંદર જ જૂથબંધી ધીમે ધીમે સપાટી પર આવી રહી છે. ત્યારે હવે કતારગામ વિસ્તારના કેટલીક સોસાયટીઓમાં રિઝર્વેશન નો મુદ્દો પણ ગરમાયો છે. જેને લઈને આવનારા દિવસોમાં ભાજપની મુશ્કેલીઓમાં વધારો થાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠમાં શાળા વિવાદને મુદ્દે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો બરાબર ભીંસમાં મુકાયા છે ત્યારે હવે કતારગામ વિસ્તારની કેટલીક સોસાયટીઓ TP 49,50 અને 51 માં રિઝર્વેશન અને મુદ્દે પણ લોકોમાં ભારે આક્રોશ જાગ્યો છે. હવે તો રીતસર રિઝર્વેશન મુદ્દે લોકોએ મહાનગરપાલિકાના સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે. હજારોની સંખ્જોયામ લોકો એ રેલી કાઢી મહાનગર પાલિકા ભવન સુધી કૂચ કરી હતી. ધીમે ધીમે લોકોનો આક્રોશ હવે આંદોલન તરફ જઈ રહ્યો છે છતાં પણ સુરતના ભાજપના નેતાઓ, નાયબ મુખ્યમંત્રી , મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ આંખ મીંચામણા કરી રહ્યા છે.
આ વિસ્તારના ધારાસભ્યની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. કારણ કે લોકોનો રોષ અંતે તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે ભાજપના દિગજજ નેતાઓ આ બાબતે મૌન સેવીને બેસી રહ્યા છે. તેને લઈ ને જૂથબંધી ની ચર્ચાઓ જાગી છે. એટલું જ નહીં પરંતુ ખુદ નાયબ મુખ્યમંત્રી પણ સુરતના છે છતાં પણ કતારગામ વિસ્તારમાં ચાલતો આ વિવાદ સપાટી પર આવી ગયો હોવા છતાં કોણ જાણે કેમ મૌન સેવી રહ્યા છે તેને લઈને પણ ચર્ચાઓ થવા લાગી છે.