ઊંઝા : ન.પા.ના નવનિયુક્ત મહિલા પ્રમુખ સામે કયા મોટા પડકાર છે ? નગરજનોની આશાઓ પર પાણી ફરી વળશે કે પછી ?

ઊંઝા :  ન.પા.ના નવનિયુક્ત મહિલા પ્રમુખ સામે કયા મોટા પડકાર છે ? નગરજનોની આશાઓ પર પાણી ફરી વળશે કે પછી  ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચૂના ) : ઊંઝા એ ઉત્તર ગુજરાતની રાજનીતિનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે ત્યારે ઊંઝા નગરપાલિકામાં આ વખતે પ્રથમ વખત 22 જેટલા ભાજપ ની પેનલના ઉમેદવારો બિનહરીફ થયા હતા. ત્યારે આજે બહુમતી ધરાવતી ઊંઝા નગરપાલિકામાં ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે મહિલા ઉમેદવારની નિયુક્તિ કરાઈ છે. 

જોકે ઊંઝામાં છેલ્લા ઘણા સમયથી લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેમાં રખડતા ઢોર, ઉબડ ખાબડ રસ્તાઓ તેમજ અનેકવિધ સમસ્યાઓ હાલમાં જોવા મળી રહી છે. ત્યારે ચર્ચા એ જાગી છે કે શું નવનિયુક્ત પ્રમુખ આ સમસ્યાઓ માંથી લોકોને મુક્તિ અપાવશે કે પછી માત્ર ભાજપના નામે સત્તા સંભાળીને અઢી વર્ષ પૂર્ણ કરી નાખશે ? જોકે નગરજનો ઇચ્છતા હતા કે નગરપાલિકામાં કોઈ એક્ટિવ મહિલા પ્રમુખ બને પરંતુ હાલમાં પ્રમુખ તરીકે જેમની નિયુક્ત કરાઈ છે તેઓ સક્ષમ પ્રમુખ પુરવાર થશે કે પછી માત્ર અઢી વર્ષ નામ પૂરતો હોદ્દો સંભાળીને નગરના વિકાસને વેગ આપવામાં અસમર્થ રહેશે ? સવાલ એ થાય છે કે શું નવનિયુક્ત મહિલા પ્રમુખ અગાઉના પ્રમુખો ની જેમ એક સક્રિય પ્રમુખ બનીને નગરના વિકાસ માટે એક નવું વિઝન પૂરું પાડી શકશે કે ખરા ?