ભાજપ પ્રદેશ પ્રમુખ પંચાલે હવે તો હદ વટાવી : મોદીની વાહ વાહી કરવામાં ભૂલ્યા ભાન! જાણીને આવશે ગુસ્સો

ભાજપ પ્રદેશ પ્રમુખ પંચાલે હવે તો હદ વટાવી : મોદીની વાહ વાહી કરવામાં ભૂલ્યા ભાન! જાણીને આવશે ગુસ્સો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના) : તાજેતરમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામોને લઈને ભાજપ ના નેતાઓ ગેલમાં આવી ગયા છે ત્યારે ગુજરાતના બેફામ વાણીવિલાસ કરનારા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ નો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેમણે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે એક પ્રેસ કોન્ફરન્સમાં પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજયને લઈને મોદીના વખાણ કરતા કરતા જણાવ્યું હતું કે , " સમય અગાઉ પશ્ચિમ બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ની રચના કરી હતી. " પંચાલે આપેલું આ સ્ટેટમેન્ટ સાબિત કરે છે કે પંચાલને કોઈ પણ પ્રકારનું ભાષાકીય જ્ઞાન નથી કારણ કે વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચટોપાધ્યાય એ કરી હતી. રવીન્દ્રનાથ ટાગોરે તો જન ગણ મન ગીત ની રચના કરી હતી. પ્રદેશ પ્રમુખ પંચાલ ગુજરાતમાં વાણીવિલાસ કરવામાં નંબર વન નેતા બની રહ્યા છે ત્યારે ભાજપે પંચાલના આ વાણીવિલાસ પણ બ્રેક મારી અને તેમને ઇતિહાસ તપાસીને પક્ષની પ્રતિષ્ઠા ને નુકસાન ન કરે તેવી સલાહ આપવાની જરૂર છે.