સુરત એરપોર્ટ એડ્વાઇઝરી કમિટીના વાઇસ ચેરમેન પદે ધારાસભ્ય સંદીપ દેસાઈની નિમણૂક

સુરત એરપોર્ટ એડ્વાઇઝરી કમિટીના વાઇસ ચેરમેન પદે ધારાસભ્ય સંદીપ દેસાઈની નિમણૂક

કમિટીના ચેરમેન સી.આર.પાટીલના નેતૃત્વમાં 350 કરોડથી વધુના એરપોર્ટનાં વિકાસનાં કામો ઝડપથી પૂરા કરાશેઃ સંદીપ દેસાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સુરતઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારી લોકસભા મત વિસ્તારના સાંસદ તથા સુરત એરપોર્ટ એવાઈઝરી કમિટીના ચેરમેન સી.આર.પાટીલની ભલામણથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ એડ્વાઇઝરી કમિટીના વાઇસ ચેરમેન પદે ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈની નિમણૂક કરી છે .

ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની સુરત એરપોર્ટ એડ્વાઈઝરી કમિટીના વાઈસ ચેરમેન પદે નિમણૂક થતાં સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશભાઈ પટેલ , સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઇ ઝવેરભાઈ પટેલ અને સુરત એપીએમસીના પ્રમુખ રમણ અંબેલાલ પટેલે અભિનંદન પાઠવ્યાં હતાં .