સુરત : ભાજપની મહિલા કાર્યકરોએ સી.આર.પાટીલને અનોખી રીતે પાઠવી જન્મદિવસની શુભકામનાઓ

સુરત : ભાજપની મહિલા કાર્યકરોએ સી.આર.પાટીલને અનોખી રીતે પાઠવી જન્મદિવસની શુભકામનાઓ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  પેજ સમિતિના પ્રણેતા અને સંગઠનના સરદાર એવા સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા.

કાર્યકર્તાઓ દ્વારા સીઆર પાટીલ ના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે સુરતની કેટલીક મહિલા કાર્યકરોએ જન્મ દિવસ નિમિત્તે સી આર પાટીલને અનોખી ભેટ આપી હતી.

સુરત વેસુ-ભરથાણા ની મહિલા કાર્યકરોએ સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે જમણા હાથમાં મહેંદી આર્ટ કરાવ્યું હતું અને સી આર પાટીલને અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

જો કે મહિલા કાર્યકરો દ્વારા પાઠવવામાં આવેલી આ શુભેચ્છાને લઈને સીઆર પાટીલ પણ ખૂબ જ ખુશ થયા હતા. તેમણે મહિલાઓએ અનોખી રીતે પાઠવેલી જન્મદિવસની શુભેચ્છાને બિરદાવી હતી.