પૂર્વ ડે. મુખ્યમંત્રી નીતિન પટેલે ખોલી નાખી ભાજપની પોલ : વીડિયો થયો વાયરલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ બાળહઠ કરીને નાણામંત્રાલય મેળવનાર નીતિન પટેલને ભાજપે તે સમયે ડેપ્યુટી મુખ્યમંત્રી તો બનાવી દીધા પરંતુ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નીતિન પટેલને ટિકિટ ન આપીને ભાજપે તેમને હાંસિયામાં ધકેલી દીધા છે. ત્યારે નીતિન પટેલનું આ દર્દ અવારનવાર તેમના ભાષણોમાં છલકાતું જોવા મળે છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં ટિકિટ ન મળવા અંગેનું દુઃખ વ્યક્ત કરતા સ્વભાવ પ્રમાણે મજાકના મૂડમાં તેઓ કહે છે કે, " હું ટાઇટલ ક્લિયર થયો અને ભાજપ એ મારી ટિકિટ કાપી નાખી." થોડાક સમય અગાઉ નીતિન પટેલે સામેથી ચૂંટણી ન લડવાની હાઈ કમાન્ડ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે તાજેતરમાં વાયરલ વીડિયોમાં તેઓએ ભાજપે ટિકિટ કાપી નાખી હોવાનું જણાવીને ભાજપની જ પોલ ખોલી નાખી છે. બંને વિધાનોમાં જોવા મળતી વિસંગતતા સ્પષ્ટ જણાવે છે કે ભાજપે નીતિન પટેલને ટીકીટ કાપીને ન ઇચ્છવા છતાં હસીયામાં ધકેલી દીધા છે.