સુરત : AAP ની આ ત્રણ યુવા કોર્પોરેટરોએ કલેકટરને લખ્યો પત્ર : રેમડેસીવર ઇન્જેક્શનના વિતરણને લઈ સુચવ્યો સૌથી ઉત્તમ ઉપાય
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : કોરોના ના કપરા કાળમાં આમ આદમી પાર્ટી દ્વારા ઠેરઠેર કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જોકે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલી આ પહેલ બાદ અન્ય રાજકીય પક્ષો પણ સફાળા જાગ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા covid કેર સેન્ટરો શરૂ કરવામાં આવતા જે દર્દીઓને ઓક્સિજન ની ઘટ હતી તેવા દર્દીઓને ઘણી રાહત મળી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તેમના ધારાસભ્યો અને સંસદ સભ્યોને ઓક્સિજનયુક્ત સો બેડ વાળા કોવિડ કેર સેન્ટર કરવાની સૂચના આપી છે તે કદાચ આમ આદમી પાર્ટીની કામગીરી માંથી જ પ્રેરણા મેળવી હશે.
અત્રે નોંધનીય છે કે સુરતમાં હજુ પણ રેમ ડેસીવર ઇન્જેક્શન ને લઈને ઘણી બધી વ્યવસ્થાઓ જોવા મળી રહી છે. તો વળી ક્યાંક પૂરતા ઇન્જેક્શનો પણ અભાવ છે. જેથી ઇન્જેક્શન મેળવવા માટે લોકોને વ્યવસ્થાના અભાવે સિવિલમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હોય છે. જેને લઇને આમ આદમી પાર્ટી ના ત્રણ સક્રિય કોર્પોરેટરોએ સુરત કલેકટરને એક પત્ર લખી ઇન્જેકશનની વિતરણ વ્યવસ્થા અંગે મહત્ત્વનું સૂચન કર્યું છે.
આમ આદમી પાર્ટી ન ૩ સક્રિય કોર્પોરેટરો પાયલ બેન સાકરીયા, સ્વાતિબેન ક્યાડા તેમજ રચનાબેન હિરપરા દ્વારા કલેકટરને પાઠવેલ પત્રમાં લખ્યું છે કે, ' કોરોનાનું સંક્રમણ ઝડપ થી ફેલાઈ રહ્યું છે, ત્યારે કેટલાય કોરોનાના દર્દીઓ ને રેમડેસીવીર ઇન્જેકશન આપવાની ડોકટર દ્વારા સૂૂૂચન કરવામાં આવતા દર્દીના પરિવારજનો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા સિવિલ માં મોટી સંખ્યામાં લાઇન માં ઉભા હોય છે ત્યારે આ લાઇનમાં લોકો હેરાન પરેશાન તો થાય પરંતુ સાથે સાથે અહીંથી કોરોના નું સંક્રમણ પણ ફેલાઈ તેવી શક્યતાઓ વધારે છે.
તેથી અલગ અલગ વિસ્તાર માં આવેલા આરોગ્ય કેન્દ્ર માં આ ઇન્જેક્શન નો જથ્થો આપવામાં આવે જેથી બધા લોકો પોત પોતાના વિસ્તાર માંથી આ ઇન્જેક્શન સરળતાથી મેળવી શકે અને સંક્રમણ ઘટાડી શકાય. આમ અપૂરતો જથ્થો તથા આ ઇન્જેક્શન ની વહેચણી ની અયોગ્ય વ્યવસ્થા ના લીધે લોકો ના જીવ ને જોખમ ઉભું થાય છે. જેથી યોગ્ય જથ્થો મંગાવી જે ઇન્જેક્શન ની ઘટ છે તેને પુરી કરી લોકો ને સગવડતા મળે અને જીવ બચે તેવી વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે.