મહિલાઓ- ઓટો ચાલકો માટે ખુશ ખબર : સુરતને ગ્રીન સીટી બનાવવા SMC કમિશ્નરે લીધો મહત્વનો નિર્ણય, જાણીને કહેશો 'આભાર સાહેબ'

મહિલાઓ- ઓટો ચાલકો માટે ખુશ ખબર : સુરતને ગ્રીન સીટી બનાવવા SMC કમિશ્નરે લીધો મહત્વનો નિર્ણય, જાણીને કહેશો 'આભાર સાહેબ'

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  સુરતમાં પર્યાવરણની જાળવણી માટે મ્યુનિસીપલ કમિશ્નર બંછાનિધી પાનીએ મહત્વના નિર્ણયો લેવાની પહેલ કરી છે.મ્યુનિ.તંત્ર દ્વારા હવે પ્રદૂષણ અટકાવવા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા સાથે ઈ - ઓટોને પણ વધુ પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય લીધો છે . ઈ - રીક્ષા તથા પિંક ઓટો બન્ને પ્રોજેકટ હેઠળ મ્યુનિ . ઈ - રીક્ષા ખરીદનારને ૩૦ હજાર સુધીની સબસીડી માટે આયોજન કરી રહી છે .

આટલું જ નહીં પરંતુ ઈ - રીક્ષાને વધુ મુસાફર મળે તે માટે સીટી અને બીઆરટીએસ બસ સ્ટેશન સુધી ફીડર સર્વિસ ઉભી કરવા માટે વિચારણા થઈ રહી છે . ઈ - ઓટો ખરીદનાર પુરૂષ હોય કે મહિલા બંને લાભાર્થીને ૩૦ હજાર સબસીડી અપાશે .બસ સ્ટેશન સુધી ફીડર સર્વિસ પણ ઉભી કરાશે સુરત મ્યુનિ . ઇ રીક્ષા માટે ચાર્જીંગ સ્ટેશન પણ ઉભા કરાશે. બજેટમાં ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને અર્બન ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ વ્હીકલ ટેક્સમાંથી રાહત આપવાની પણ જાહેરાત કરી છે .આગામી ચાર વર્ષ સુધી ઈલેક્રટ્રીક વ્હીકલ ખરીદનારને તબક્કાવાર વ્હીકલ ટેક્સમાં રાહત આપવામમાં આવશે . આ ઉપરાંત શહેરમાં હાલ સૌથી વધુ સંખ્યામાં રીક્ષા ફરી રહી છે તે રીક્ષાઓને પણ ઈ - રીક્ષા બનાવવા માટે આયોજન છે .

 આ પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીઓને ઓળખ , તાલિમ , લાયસન્સ પ્રોસેસ , સ્વ સહાય જુથના બહેનો ( ઈ મિત્રો ) મારફતે કરવામાં આવશે. લાભાર્થી દીઠ કરેલા પ્રોજેક્ટ અંતર્ગત કામગીરીના આધારે બે હજાર રૂપિયા સુધીનું માનદ વેતન પણ આપવામાં આવશે . SMC અત્યાર સુધી પિંક ઓટો થકી મહિલાઓને પ્રોત્સાહન આપતી હતી પરંતુ ઈ - રીક્ષા માટે મ્યુનિ . મહિલા અને પુરૂષ બન્ને લાભાર્થીઓને પ્રોત્સાહન આપવા જઈ રહી છે . આ પ્રોજેક્ટ હેઠળ જે ઈ - રીક્ષા ખરીદશે તેમને ૩૦ હજાર રૂપિયા સુધીની સહાય મળશે . જે લાભાર્થીઓ જોડાવવા માગતા હોય તેવી મહિલાઓને પ્રત્યેક મહિને પ્રોજેક્ટ ખર્ચ માટે પાંચ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે