સુરત : SMC ના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ક્યાં અને કઈ બાબતે થઈ શાબ્દિક ટપાટપી ? અધિકારીઓ સામે શુ છે આક્ષેપ ?

સુરત : SMC ના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ક્યાં અને કઈ બાબતે થઈ શાબ્દિક ટપાટપી ? અધિકારીઓ સામે શુ છે આક્ષેપ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : SMC ના અધિકારીઓ દ્વારા રાંદેર અને કતારગામના અલગ અલગ વિસ્તારમાં માર્શલ સાથે લઈને ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દુકાનોમાં જઈને વેપારીઓએ વેક્સિન લીધી છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી તેમજ વેપારી અને તેમની દુકાનમાં કામ કરતા કામદારોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી હતી.સાથે સાથે માસ્ક પહેર્યા વગર ફરતા લોકો અને વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી શરૂ કરતાની સાથે જ લોકોએ કોર્પોરેશનના અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.

જો કે ત્રસ્ત બનેલ વેપારીઓએ કોર્પોરેશનના અધિકારીઓનો ઘેરાવો કરી લેતાં મામલો વધુ બીચકયો હતો.વેપારીઓએ કર્મચારીઓની સામે રોષ ઠાલવતાં હજાર-હજાર રૂપિયા જેવો દંડ શા માટે વસુલી રહ્યા છો, એવું કહ્યું હતું. અત્યારે રોજગારી પૂરતી મળતી નથી. આવકના સ્ત્રોત પણ ઓછા થઈ ગયા છે. તેવા સમયે ખોટી રીતે હેરાનગતિ કરવાનું બંધ કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓને ઉગ્રતાથી વેપારીઓના ટોળાઓએ રજૂઆત કરતાં મામલો ગરમાયો હતો. અત્રે નોંધનીય છે કે હાલમાં સુરતમાં કોરોનાના કેસોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સુપર સ્પ્રેડર ગણાતા લોકો સામે કડક  કાર્યવાહી હાથ ધરાઇ છે. જેને લઇ ક્યાંક નાના-મોટા ઘર્ષણના બનાવો થતા રહે છે