મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરતના ડો સોનલ રોચાણીને સ્વામી વિવેકાનંદ જયંતીના રોજ ગુજરાત રાજ્ય યુવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ હેઠળ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આ એવોર્ડ ગુજરાતના ૮ યુવાઓને આપવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાત ના આદિવાસી વિસ્તારોમાં સુરત, તાપી, નવસારી, ધરમપુર, આહવા ડાંગ માં વિશેષ રૂપે હળપતિ અને કોટવાળીયા પરિવારોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વરોજગારી માટે કાર્યરત શક્તિ ફાઉન્ડેશન સંસ્થાના તેઓ સ્થાપક છે. ૫૫ ગામડાઓ અને ૫૦ આશ્રમ શાળાઓમાં એમના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
લોક ડાઉન ના સમયગાળામાં પણ તેમના દ્વારા ૮૦૦૦ જેટલા આદિવાસી પરિવારોને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કોટન માસ્ક બનાવવાની કામગીરી કરીને આ વિસ્તારની ગ્રામીણ બહેનો ને રૂ. ૧૨ લાખ જેવી માતબર કમાણી કરી આપવામાં પણ તેઓ મદદરૂપ થયા હતા. હાલમાં જ નવસારી જિલ્લાની ખેડૂત બહેનોને સ્માર્ટ ફોન આપ વામાં આવ્યા હતા કે જેથી તેઓ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને સારી કમાણી કરી શકે.