મહેસાણા : LCB પોલીસે છેલ્લા એક વર્ષથી આ પાંચ ગુનાઓમાં નાસતો-ફરતો આરોપી ઝડપી લીધો

મહેસાણા : LCB પોલીસે છેલ્લા એક વર્ષથી આ પાંચ ગુનાઓમાં નાસતો-ફરતો આરોપી ઝડપી લીધો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા :  પોલીસ મહાનિરીક્ષક અભય ચૂડાસમા, ગાંધીનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ, મહેસાણા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આ અંગે મળેલી સૂચના મળી હતી.

જે સૂચના અનુસાર મહેસાણા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ મહેસાણા એલસીબીના પીએસઆઇ એકે વાઘેલા તથા તેમની ટીમ ને મળેલી ખાનગી બાતમી અનુસાર  ભુજ મુકામે જઈ મજકૂર આરોપી નામે ગજેન્દ્રસિંહ ઉર્ફે જાગુભા ઝાલા, સન ઓફ રાજેન્દ્રસિંહ ઝાલા રહે. મગુના, તા.જી. મહેસાણા ઓને ઝડપી પાડી પુછપરછ કરતા તે પ્રોહિબિશનના ગુનાઓમાં નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી.

 આરોપીને ભુજ મુકામે થી હસ્તગત કરી મહેસાણા એલસીબી કચેરીએ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ લોકલ ક્રાઈમ બ્રાંચ મહેસાણા તથા પાટણ જિલ્લા દ્વારા સાથે મળી કુલ પાંચ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ભુજ મુકામે થી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.