વિચિત્ર કિસ્સો : ગુજરાતની આ નગરપાલિકામાં નગરસેવકો સામે જ કેમ કરાઈ ફરિયાદ ? શુ સત્તાધીશોને સત્તા સરકી જવાનો સતાવી રહ્યો છે ડર ?

વિચિત્ર કિસ્સો : ગુજરાતની આ નગરપાલિકામાં નગરસેવકો સામે જ કેમ કરાઈ ફરિયાદ ? શુ સત્તાધીશોને સત્તા સરકી જવાનો સતાવી રહ્યો છે ડર ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) :  ભાજપ શાસીત ઊંઝા નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં છે. વળી એમાંય ખાસ કરીને હાલમાં સફાઈ કામદારોની હડતાલનો વિવાદ ચાલી રહ્યો છે. જેને ઉકેલવામાં ઊંઝા નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે. જેને પરિણામે શહેરમાં યોગ્ય રીતે સફાઇ થતી નથી. જેથી શહેરીજનોના આરોગ્ય સામે ખતરો તોળાઇ રહ્યો છે.

જોકે દરેક વોર્ડમાં સફાઈ કામદારોની હડતાલ ને પરિણામે યોગ્ય સફાઇ થઇ રહી નથી, ત્યારે બે દિવસ પહેલા ઊંઝા નગર પાલિકાના નગરસેવકો તેમના વોર્ડમાં સફાઈ નહીં થતી હોવાની રજૂઆત કરવા માટે ગયા હતા. ત્યારે શાસક પક્ષ અને વિરોધ પક્ષ ના નગરસેવકોની સામસામેની દલીલો વધી જતા છેવટે સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયેલ શાસક પક્ષ દ્વારા વિરોધ પક્ષના નગર સેવકો સામે ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તેમનો અવાજ દબાવી દેવાના નિંદનીય પ્રયાસો થયા હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે નોંધનીય છે કે શાસક પક્ષ દ્વારા જે નગર પાલિકાના અપક્ષ નગરસેવક સામે ફરિયાદ કરવામાં આવી છે, એ જ અપક્ષ નગરસેવક દ્વારા થોડા સમય પહેલા પાલિકાના હોર્ડિંગ્સ કૌભાંડને ઉજાગર કરાયું હતું. જેને લઇને પાલિકાના સત્તાધીશો છેલ્લા ઘણા સમયથી લાલઘૂમ થયા હતા. તો વળી હાલમાં પોતાના ન્યાયના હક માટે હડતાલ પર ઉતરેલા સફાઇ કર્મીઓને લીધે પાલિકાના સત્તાધીશો સમસ્યા નહિ ઉકેલી શકતા દોષનો ટોપલો ક્યાંકને ક્યાંક વિરોધ પક્ષના માથે ફોડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઊંઝા નગરના પ્રાણ પ્રશ્નો ને વાચા આપનાર નગરસેવક ભાવેશ પટેલના અવાજને ક્યાંકને ક્યાંક સત્તાધીશો સત્તાના જોરે દબાવવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ વહીવટ કરવામાં ક્યાક નિષ્ફળ નીવડેલા આ સત્તાના નશામાં ચકનાચૂર બનેલા સત્તાધીશો દ્વારા પાલિકાના જ નગર સેવકો સામે ફરિયાદ કરી હોય તેવો કદાચ ગુજરાતનો આ પ્રથમ કિસ્સો હશે. પાલિકાના નગરસેવકો સામે ફરિયાદ કરીને જનતાનો અવાજ દબાવવાનો હીન પ્રયાસ કરનાર ભાજપના શાસકોને ક્યાંકને ક્યાંક તેમના હાથમાંથી સત્તા સરકી રહી હોય તેવો ડર સતાવી રહ્યો છે.

વિડીયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો.