સુરત : AAP રોકસ, ભાજપ શોકસ : AAP ના નેતાઓની આ કામગીરીથી ભાજપના સત્તાધીશોનું માથું શરમથી ઝૂકી જશે, જાણો વધુ

સુરત : AAP રોકસ, ભાજપ શોકસ : AAP ના નેતાઓની આ કામગીરીથી ભાજપના સત્તાધીશોનું માથું શરમથી ઝૂકી જશે, જાણો વધુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત ( દિખા સો લિખા ) : આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિભાગ-એ અને વિભાગ-બી માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી ગાડી ની આજુબાજુ ની વિવિધ સોસાયટીઓ નાં રહેવાસીઓને ખાડીની દુર્ગંધ તથા તેમાં રહેતી ગંદકીના કારણે ઉદભવતી મચ્છરોના ઉપદ્રવ તથા ખરાબ વાસ ના કારણે વિવિધ આરોગ્યલક્ષી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ સુરતના મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી પરંતુ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ આંખ આડા કાન કરતા છેવટે આજે આમ આદમી પાર્ટીએ એવું કાર્ય કર્યું કે જેથી સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો નું માથું શરમથી ઝૂકી જશે.

 સુરતના પુણા પશ્ચિમ વિસ્તાર વિસ્તારના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરિયાના વિસ્તારમાં આવેલ ખાડીમાં ખુબ જ ગંદકી જમા થઇ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ ખાડી નો પ્રશ્ન મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે છતાં પણ મહાનગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ 27 નગર સેવકો દ્વારા સાચા અર્થમાં ખાડીનું સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જોકે નગર સેવકો દ્વારા હાથ ધરાયેલા સફાઈ અભિયાન એ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો માટે એક શરમજનક બાબત ગણી શકાય. ગોપાલ ઇટાલીયા એ મહાનગરપાલિકાના સત્તાધીશો સામે નિશાન તાક્યું હતું અને જણાવ્યું હતું કે મહાનગર પાલિકા પાસે મેયર નો બંગલો બનાવવા માટેના પૈસા છે પરંતુ ખાડી ની સફાઈ કરવા માટે સમર્થ નથી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખાડીનું સફાઈ અભિયાન હાથ ધરાયું છે.

જોકે સુરતમાં જ્યારથી મહાનગરપાલિકા માં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોની જીત થઈ છે ત્યારથી ભાજપના નેતાઓની લાલિયાવાડી દિન-પ્રતિદિન ખુલ્લી પડી રહી છે. જોકે સુરત મહાનગરપાલિકાના મેયર માત્ર શોભાના ગાંઠિયા બની રહ્યા હોય એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. અને ક્યાંક પાછલા બારણેથી સંચાલન થતું હોવાની પણ ચર્ચાઓ ચકડોળે ચઢી છે. જોકે આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા કોરોના કાળમાં પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ભાજપના નેતાઓ ઉપર પસ્તાળ પડી હતી. ત્યારે આજે એકવાર ફરીથી ખાડી સફાઈ અભિયાનને લઈને ભાજપ શાસિત મહાનગર પાલિકા સામે નિષ્ક્રિયતાની મહોર લાગી રહી છે. જો કે આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ માટે સુરતમાં લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઇ નહી !