ઊંઝા : તાલુકા પંચાયતની આ સીટ પર મામા- ભાણેજ વચ્ચે જામ્યો ચૂંટણી જંગ ! કોણ કોના પર ભારે ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા તાલુકાની કામલી સીટ પર ભાજપ કોંગ્રેસ ના ઉમેદવારોની પસંદગીમાં મિલી ભગત હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે મતદારોમાં ભાજપ કોંગ્રેસ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે છે. વળી કામલી સીટ પર મામા - ભાણેજ વચ્ચેનો ચૂંટણી જંગ દિવસે દિવસે ખૂબ જ રસપ્રદ બનતો જાય છે.
કામલી-જગન્નાથપુરા તાલુકા પંચાયતની સીટ પર અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર મૌલિક પટેલ કામલી ગામના ભાણેજ છે.જ્યારે ભાજપ-કોંગ્રેસ માંથી કામલી ગામના બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.જો કે હાલમાં જોવા મળતા માહોલ મુજબ ભાણેજ મામાઓ ને ભારે પડી રહ્યો છે.ભાજપ-કોંગ્રેસ કરતા અપક્ષનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે.
તો વળી અપક્ષ ઉમેદવાર મૌલિક પટેલ યુવાન છે.ભારતીય જનસેવા મંચના યુવા કન્વીનર તરીકે તેમણે આ વિસ્તારના અનેક પ્રશ્નોને લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરેલી છે.જ્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ભૂતકાળ થી સૌ કોઈ મતદારો વાકેફ છે.અપક્ષને ટેકો જાહેર કરવા માટે અનેક પ્રકારે પરોક્ષ રીતે દબાણ કરાઈ રહયા છે પણ યુવાઓ અને આ વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા મક્કમ બનેલ અપક્ષ ઉમેદવારે પીછે હઠ ન કરવાના પ્રણ સાથે ઝમપલાવ્યું છે.