સુરત : આ બે તસ્વીર સુરતની સૂરત બદલવા કાફી છે : હવે આ ક્ષેત્રે પણ સુરત ડંકો વગાડશે !

સુરત : આ બે તસ્વીર સુરતની સૂરત બદલવા કાફી છે : હવે આ ક્ષેત્રે પણ સુરત ડંકો વગાડશે !

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરત સમગ્ર દેશમાં સ્વચ્છતા માં બીજા ક્રમે આવી છે જોકે સ્વચ્છતામાં બીજા ક્રમે આવેલા સુરતને હવે હરિયાળું અને ગ્રીન સુરત બનાવવા માટે પણ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ કમર કસી છે. સુરતને ગ્રીન સિટી બનાવવા માટે સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધી પાની દ્વારા અનેક વિવિધ પ્રોજેક્ટો હાથ ધરાઇ રહ્યા છે. ત્યારે સુરતમાં પ્રદૂષણનું પ્રમાણ અટકે તે માટે બાઈસીકલ રાઈડીંગ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના શાસકોએ હરિયાળુ હકનામું (Green Charter) રજૂ કર્યું હતું.

શહેરમાં અનેક સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા સાયકલ રાઈડીંગ માટે સાયકલો મૂકવામાં આવી છે. જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા મુકાયેલ આ સાયકલ નો પણ મહત્તમ ઉપયોગ લોકો કરી રહ્યા છે. ખાસ કરીને સુરતમાં વહેલી સવારમાં અને રાત્રીના સમયે સૌથી વધારે સાયકલ  રાઈડીંગ કરતા લોકો જોવા મળે છે. ત્યારે સાયકલ ચલાવીને પ્રદૂષણને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર પણ કમર કસી છે. તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલાએ તેમના ફેસબુક પેજ પર સાયકલ ચલાવતો ફોટો શેર કરીને સુરતીઓને પ્રદુષણમુક્ત સુરત બનાવવા માટેનો સંદેશ આપ્યો છે.

મેયરે તેમના ફેસબુક પેજ પર લખ્યું છે કે, " સુરત શહેર ના લોકોને ચાલવા અને સાયકલ ચલાવવા પ્રોત્સાહન મળે તે માટે કમિશનર બંછાનિધી પાની, મેયર હેમાલીબેન બોધાવાલા, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, સ્થાયી ચેરમેન પરેશભાઈ પટેલ, કમિશનર બંછાનિધી પાની તથા અન્ય મહાનુભાવો એ સહી કરી છે. હું આપ સૌને વિનંતી કરું છું અભિયાનમાં જોડાવો અને સ્વસ્થ સુરતનું નિર્માણ કરવામાં આપણે સૌ કટીબધ્ધ થઈ પ્રયત્નશીલ બનીએ. મહાનગર પાલિકાના આ પ્રયત્નો જોતા હવે કદાચ સુરત 'સ્વસ્થ સુરત, અને ગ્રીન સુરત' બનાવવામાં પણ અવ્વલ નંબરે આવે તો નવાઈ નહીં !