સુરત : યુથ ફોર ગુજરાતના પ્રયત્નોથી 250 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓને નવી જિંદગી મળી, કામગીરી જાણીને તમે પણ કરશો પ્રસંશા

સુરત : યુથ ફોર ગુજરાતના પ્રયત્નોથી 250 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓને નવી જિંદગી મળી, કામગીરી જાણીને તમે પણ કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) :   કોરોના વાયરસ(Corona Virus) ના સંક્રમણના વધતા કેસો વચ્ચે પ્લાઝમાની ડિમાન્ડ વધી ગઈ છે. કોરોના પોઝઇટિવ લોકોના જીવ બચાવવા માટે હાલના દિવસોમાં પ્લાઝમા થેરાપી જ સૌથી વધુ મદદગાર સાબિત થઈ રહી છે.કોરોના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમાની સારવાર ઘણી આશિર્વાદરૂપ નીવડે છે. પ્લાઝમા ડોનેશન માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે.

સુરતમાં યૂથ ફોર ગુજરાત (youth4gujarat) દ્વારા કોરોનાના દર્દીઓ માટે પલાઝમાં ડોનેટની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીગ્નેશ પાટીલ ના નેતૃત્વમાં કોરોનાની પ્રથમ લહેર વખતે પણ પલાઝમાં ડોનેટ માટે યુથ ફોર ગુજરાતની ટીમ આગળ આવી હતી.અત્યાર સુધીમાં આ ટીમે 250 જેટલા લોકોનું પલાઝમાં ડોનેટ કરાવી કોરોનાના દર્દીઓનો જીવ બચાવ્યો છે.

યુથ ફોર ગુજરાત આ કામગીરી કેવી રીતે કરે છે તેના પ્રત્યુત્તરમાં ઉર્વી પટેલે મોર્નિંગ ન્યુઝ ફોક્સને જણાવ્યું હતું કે પલાઝમાં ડોનેટ માટે તેમણે આશરે 10 જેટલા વ્હોટ્સ એપ ગ્રૂપ બનાવેલ છે. જેમાં 2500 થી વધારે સભ્યો છે.આ ગ્રુપમાં જ્યારે પલાઝમાં ની રિકવાયરમેન્ટ આવે ત્યારે ગ્રૂપ દ્વારા તેનું એરેન્જમેન્ટ કરવામાં આવે છે. આ વ્હોટ્સ એપ ગ્રુપના એડમીન તરીકે યુથ ફોર ગુજરાત ગ્રુપના પ્રેસિડેન્ટ જીગ્નેશ પાટીલ અને ઉર્વી પટેલ છે. આ ગ્રૂપ 24 કલાક સતર્ક રહે છે અને કોઈ પણ દર્દી માટે પલાઝમાં પૂરું પાડવા શક્ય એટલા તમામ પ્રયત્નો કરે છે.

આપણા પ્લાઝમા કોઈ કોરોના દર્દીના જીવનરક્ષક બને છે. હાલ કોવિડના બીજા ફેઝમાં જીવન રક્ષક સમાન ગણાતા વેક્સિનેશનની સાથે પ્લાઝમાંની એટલી જ માંગ હોવાથી જેમના પણ એન્ટિબોડી બન્યા હોય તે દરેક વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આગળ આવીને આ મહામારીને નાથવામાં સહયોગ આપવાની યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીગ્નેશ પાટીલે મોર્નિંગ ન્યુઝ ફોક્સના માધ્યમથી અપીલ કરી હતી. આ સેવાકાર્યમાં જે લોકો જોડાવવા ઇચ્છતા હોય તેમણે યુથ ફોર ગુજરાતના  આ 9624999990 નંબર પર whatsapp અથવા કોલ માટે અનુરોધ કરાયો છે.