ઊંઝા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ જ્યાં પ્રવાસ કર્યો એ તા.પં.ની સીટો પર ભાજપની ભૂંડી હાર થઈ !

ઊંઝા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ જ્યાં પ્રવાસ કર્યો એ તા.પં.ની સીટો પર ભાજપની ભૂંડી હાર થઈ !

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પરિણામો ભાજપ તરફથી આવ્યા હતા પરંતુ ક્યાંકને ક્યાંક સરળતાથી જીતી શકાય એવી સીટો ભાજપના સંગઠનના નેતાઓની ઢીલી નીતિને કારણે ગુમાવવાનો પણ વારો આવ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતની છ જેટલી સીટો ભાજપે ગુમાવી છે. જેમાં ક્યાંક ને ક્યાંક ઊંઝા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઢીલી નીતિ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ઊંઝા તાલુકા પંચાયતના સંગઠનના હોદ્દેદારોએ જે જે બેઠકો ઉપર પ્રવાસ કર્યો હતો એ સીટો પર ભાજપની ભૂંડી હાર થઈ છે. જોવા જઈએ તો કામલી,કહોડા કરલી જેવી સીટો પર ભાજપ તાલુકા સંગઠનના હોદ્દેદારોએ પ્રવાસ કર્યો હતો અને તેના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યા હતા. પરંતુ આ કામલી કહોડા અને કરલી બેઠક પર ભાજપની ભૂંડી હાર થઈ છે.

બીજી બાજુ ઊંઝા તાલુકા પંચાયત ની સીટો ઉપર ઉમેદવારોની ફાળવણીનો મામલો જિલ્લા પ્રમુખ સુધી પહોંચ્યો છે જિલ્લા પ્રમુખ એ પણ કબૂલ્યું હતું કે ક્યાંક ને ક્યાંક સીટોની ફાળવણીમાં ચૂક થઈ છે. જો કે આવનાર સમયમાં ઊંઝા ભાજપ તાલુકા સંગઠનના હોદ્દેદારો પાસે જિલ્લા પ્રમુખ સરળતાથી જીતી શકાય એવી પાંચ સીટો ઉપર હાર થવા બદલ ખુલાસો પણ માગે તો નવાઈ નહીં !