ચૂંટણી ચર્ચા : ઊંઝા નગર પાલિકામાં ભાજપને ચોમેરથી આવકાર : અપક્ષો માટે કપરા ચઢાણ

ચૂંટણી ચર્ચા : ઊંઝા નગર પાલિકામાં ભાજપને ચોમેરથી આવકાર : અપક્ષો માટે કપરા ચઢાણ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :ઊંઝા નગરપાલિકાની ચૂંટણીઓનો પ્રચાર યુદ્ધ આવે જોરશોરથી ચાલી રહ્યું છે ઊંઝા મસ્ત ૩૬ બેઠકો પર ભાજપ પોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યું છે જેમાં થોડાક સમય અગાઉ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક ભરચક સભા સંબોધી હતી. જોકે ઊંઝા નગરપાલિકા માં આ વખતે ભાજપ મેદાન મારી જશે જાણકારોના મત મુજબ ૨૫થી વધારે બેઠકો ભાજપને મળી શકે એવું ચિત્ર ખડું થયું છે

જોકે ઊંઝા નગરપાલિકાની 3,4,5,અને   8 નંબરના વોર્ડમાં કામદાર પેનલ અપક્ષમાં લડી રહી છે. અત્રે નોંધનીય છે કે ઊંઝા નગરપાલિકાના અગાઉના શાસકોએ અપક્ષમાં આ વખતે ઝંપલાવ્યું છે. પરંતુ અગાઉના શાસકો દ્વારા નગરપાલિકા માં જે ભ્રષ્ટાચાર થયો અને ગેરકાયદે બાંધકામો બંધાયા હોવા છતાં તેની સામે પાલિકાના શાસકો દ્વારા જે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા, તે જોતા નગરજનોમાં ભારે રોષ છે અને આ રોષ નગરજનો મતદાન દ્વારા પ્રગટ કરી શકે તેવી સંભાવના રહેલી છે.

બીજી બાજુ ઊંઝાના સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલના નેતૃત્વમાં ઊંઝાનો વિકાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે જો હવે નગરપાલિકામાં ભાજપનું શાસન આવે તો શહેરનો વિકાસ વધુ તેજ ગતિથી થઈ શકે છે તેવું મતદારોનું માનવું છે ત્યારે આગામી સમયમાં નગરપાલિકાનું શાન હવે ભાજપને સોંપવા માટે જાણે મતદારો પણ અધીરા બન્યા હોય તેવી સ્થિતિ ચૂંટણી પ્રચાર દરમ્યાન જોવા મળી રહી છે.