Exclusive : કોરોનાથી લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે સી.આર.પાટીલે 5 હજાર ઇન્જેક્શન વિના મૂલ્યે વિતરણ કરવાનો નિર્ણય લીધો એ શું ગુનો છે ?

Exclusive : કોરોનાથી લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે સી.આર.પાટીલે 5 હજાર ઇન્જેક્શન વિના મૂલ્યે વિતરણ કરવાનો નિર્ણય લીધો એ શું  ગુનો છે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) :  સુરતમાં હોસ્પિટલની મુલાકાત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જરૂરિયાત મંદ દર્દીઓ માટે 5000 રેમડેસીવર ઇન્જેક્શન મફત વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી અને આ જાહેરાતના 24 કલાકમાં જ ભાજપના કાર્યાલય ખાતેથી ઇન્જેક્શનો નું વિતરણ શરૂ કરવામાં આવ્યું. જેને લઇને વિરોધ પક્ષો દ્વારા સી આર પાટીલ ની આ કામગીરી સામે અનેક સવાલો ખડા કરવામાં આવ્યા.

એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ જ્યારે પૂછવામાં આવ્યું કે આ ઇંજેક્શન ક્યાથી આવ્યા ? ત્યારે ખુદ મુખ્યમંત્રીએ ઉડાઉ જવાબ આપતા કહ્યું કે એના વિશે તમે સી.આર.પાટીલ ને જ પૂછો. સરકારે આપ્યા નથી. જોકે વિજય રૂપાણી જ્યારે જવાબ આપી રહ્યા હતા ત્યારે તેમના ચહેરાની મુદ્રા ઉપર ના ભાવ ક્યાંકને ક્યાંક નારાજગી પ્રગટ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ થતું હતું.

બીજી બાજુ સીઆર પાટીલે તમામ ટીકાઓનો હિંમતપૂર્વક સામનો કરતા જણાવ્યું કે આ ઇંજેક્શન અમે અમારા બળ પર લાવ્યા છીએ અને દર્દીઓમાં વિતરણ કરીએ છીએ એમાં ખોટું શું છે ? છતાં પણ મીડિયા દ્વારા ક્યાંકને ક્યાંક સી.આર.પાટીલ ની કામગીરીની પ્રશંસા કરવાને બદલે તેને ખોટી રીતે ચીતરવામાં આવી. ત્યારે સવાલ એ થાય છે કે શું ખરેખર સીઆર પાટીલે ઇન્જેક્શનો નું વિતરણ કરીને કોઈ મોટો ગુનો કર્યો છે ખરો ?

એક બાજુ હોસ્પિટલમાં દર્દીઓ ઇન્જેક્શન માટે બુમરાડ પાડી રહ્યા છે.બીજી બાજુ સરકાર દ્વારા પૂરતા ઇન્જેકશનનો જથ્થો પૂરો પાડી શકાતો નથી. તો જેના માથે શહેરની જવાબદારી છે એ વ્યક્તિઓ દ્વારા જો લોકો માટે ઈન્જેકશન ની વ્યવસ્થા કરાઈ તો એમાં ખોટું શું છે ? માની લીધું કે ઇન્જેકશનના વિતરણ વખતે ભાજપનો ખેસ પહેરી અને થોડો ઘણો દેખાડો કરવામાં આવ્યો પરંતુ અંતે તો સંજીવની રૂપે આ ઇંજેક્શનના વિતરણ પાછળ સી.આર.પાટીલ કે હર્ષ સંઘવી નો ઈરાદો કોઈ રાજકીય લાભ ખાટવાનો ન હતો એ પણ સત્ય છે.

હકીકત એવી છે કે સી આર પાટીલ જ્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયા ત્યારે અનેક લોકોએ તેમની સામે ઇન્જેક્શન નહીં મળતા હોવાની ફરિયાદો કરી હતી. હોસ્પિટલનું આ દ્રશ્ય જોયા પછી પાટીલ નું હૃદય ખુબ જ વ્યથિત થઇ ગયું હતું. લોકોના દુઃખને પોતાનું દુઃખ સમજી ને લોકોના દુઃખમાં ભાગીદાર થવા માટે છેવટે પાટીલે મન બનાવી લીધું અને છેવટે તેમણે 5000 injection ના વિના મૂલ્યે વિતરણ ની જાહેરાત કરી.

જોકે સિવિલ હોસ્પિટલ નું દ્રશ્ય જોયા પછી પાટીલે મનોમન સ્વીકારી લીધું હશે કે કદાચ સરકાર વ્યવસ્થા કરવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ ગઈ છે. સરકારની ઈમેજ ને ક્યાંક ને ક્યાંક ધબ્બો લાગી રહ્યો હતો અને લોકો પોતાના સ્વજન ગુમાવી રહ્યા હતા. બંને બાજુની સ્થિતિ જોવા જઈએ તો 'ઇધર કુવા ઉધાર ખાઈ' જેવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સીઆર પાટીલે આ નિર્ણય જાહેર કર્યો હતો. જોકે પાટીલના આ નિર્ણયથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે સરકાર ક્યાંકને ક્યાંક કોરોના સામેની લડાઈમાં નિષ્ફળ નીવડી છે.

જો કે સી આર પાટીલ ગુજરાતના એકમાત્ર એવા સાંસદ છે જે સુરતની તમામ સમસ્યાઓમાં લોકોની સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહે છે. જ્યારે પ્રથમ lockdown કરવામાં આવ્યું ત્યારે વહીવટી તંત્રની આનાકાની હોવા છતાં પણ સીઆર પાટીલે સહયોગીઓની મદદથી લોકોને રાશન પણ પૂરું પાડ્યું હતું અને પરપ્રાંતી લોકોને પોતાના વતન સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ કરી હતી. જોકે ઘણી મોટી વ્યવસ્થાઓમાં ક્યાંક નાની મોટી ખામીઓ રહી જતી હોય એ સ્વાભાવિક છે. પરંતુ પાટીલની નિયત સાફ હતી. લોકોને મુશ્કેલીઓ વેઠવી ન પડે અને સરકારની ઇમેજને પણ દાગ ન લાગે તે માટે પાટીલે કદાચ આ ઉતાવળિયો નિર્ણય લીધો હોય શકે છે. પરંતુ આ નિર્ણય સુરતના લોકો માટે ખરેખર સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થનાર હતો. ત્યારે પાટીલના આ નિર્ણયથી વિરોધીઓએ જે રાજનીતિ શરૂ કરી છે એ રાજનીતિ કરવા કરતાં ગંભીર પરિસ્થિતિ ના સમયે ખભે ખભો મિલાવીને લોકોની સેવામાં જોતરાઈ જવું એ જ આ સમયની માંગ છે.

જો કે સી આર પાટીલ ના હનુમાન ગણાતા હર્ષ સંઘવી વિરોધીઓને પણ ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે કદાચ અમે આ ઇન્જેક્શનું વિતરણ કરીને કોઈ મોટો ગુનો કર્યો છે તો જેલમાં જવા પણ તૈયાર છીએ. પરંતુ સુરતના લોકોનું આ જે દુઃખ છે, દર્દ છે એ અમારાથી જોઈ શકાતું નથી અને એટલા માટે જ ઇન્જેક્શન લાવવાની ફરજ પડી. એક વાત ખૂબ જ નોંધનીય છે કે સી આર પાટીલ એ જ્યારે 5000 injection ની જાહેરાત કરી ત્યાર પછી તરત જ મુખ્યમંત્રી રૂપાણી એ કિરણ હોસ્પિટલ ને 10000 injection પુરા પાડવાની વાત કરી હતી. પાટીલની નિયત સાફ હતી કયાંક સરકારની નિયતમાં ખોટ હતી એ વાત પણ આના પરથી સ્પષ્ટ થઈ છે.