Exclusive : સરકારની નિષ્ફળતા વચ્ચે અમેરિકા-કેનેડા સ્થિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આ નિર્ણયને કારણે ગુજરાતમાં હવે ઓક્સિજનની નહી રહે તંગી
અમેરિકા અને કેનેડા સ્થિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશ સંગઠન ગુજરાતમાં 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલશે
100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલ એરકાર્ગો આજે અમદાવાદ ખાતે આવશે
મોર્નિંગ ન્યુઝ ફોકસ, અમદાવાદ : કોરોના ની આકરી પરિસ્થિતિમાં ગુજરાતમાં જ્યારે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં ઓક્સિજન પૂરો પાડવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો છે જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની અમેરિકા અને કેનેડાની શાખા દ્વારા ગુજરાતમાં 1000 કોન્સ્ટ્રેટર મોકલવામાં આવશે.
જેમાં સૌપ્રથમ આજે એટલે કે પાંચમી અને બુધવારના રોજ પ્રથમ ઓક્સિજન કોન્સ્ટ્રેટર અને સાથે 5 વેન્ટિલેટર તેમજ અન્ય મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.આજે આ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલ એરકાર્ગો પાર્સલનું જાસપુર ખાતે આવેલ વિશ્વ ઉમિયાધામ ખાતે પૂજન થશે ત્યાર બાદ રાજ્યનાં વિવિધ શહેરોમાં વિવિધ સમાજ અને સંસ્થાઓને તે પહોંચાડવામાં આવશે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચાલતી કોવિડ કેર હોસ્પિટલોને ઓક્સિજન પહોંચાડવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે જ 'ઓક્સિજન બેંક' શરૂ કરવામાં આવી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના મોરબી જિલ્લા સંગઠન દ્વારા મોરબી ખાતે 600 બેડની covid કેર હોસ્પિટલ શરુ કરવામાં આવી છે.