આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપના આ ધારાસભ્યને શા માટે આપ્યા ધન્યવાદ ? કારણ જાણીને ચોકી જશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા ) : હાલમાં કોરોના ના સંક્રમણને કારણે સુરતમાં પરિસ્થિતિ ખૂબ જ દિનપ્રતિદિન કપરી બની રહી છે. ત્યારે સરકાર દ્વારા lockdown કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પરંતુ lockdown કરવા માટે સરકારે તૈયારી દર્શાવી નથી. તો બીજી બાજુ હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ નથી, લોકો ઓક્સિજનના અભાવે મોતને ભેટી રહ્યા છે અને સ્મશાનોમાં પણ લાંબી લાઈનો છે આવા સંજોગોમાં સામાજિક સંગઠનો તેમજ રાજકીય નેતાઓ સેવા માટે આગળ આવે તે સમયની માંગ છે.
ત્યારે આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા તેમના વોર્ડમાં ઠેરઠેર કોવિડ કેર isolation સેન્ટર શરૂ કરાયા છે. જેમાં ખુદ નગર સેવકો પણ કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા નજરે પડ્યા છે ત્યારે બીજી બાજુ ક્યાંકને ક્યાંક ભાજપ વિવાદોના વમળમાં ફસાયું છે. જોકે ભાજપના કેટલાક નેતાઓ પણ માત્ર આ સેવાકીય યજ્ઞમાં દેખાવ પૂરતી જ કામગીરી કરી રહ્યા હોય તેવું ચર્ચાય છે. ત્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ ભાજપના એક નેતાને અભિનંદન આપતા સોશિયલ મીડિયામાં કોમેન્ટ નો વરસાદ શરૂ થયો છે.
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની ફેસબુક પોસ્ટને લઈને લખ્યું છે કે, સુરત ઓલપાડ વિધાનસભાના ભાજપના ધારાસભ્યએ સ્મશાનમાં લાકડા પુરા પાડવા બદલ ખુબ ખુબ ધન્યવાદ....તેમજ "સ્મશાન ભૂમિના પ્રમુખ"? ને વધુ લાકડાની ખાતરી આપવા બદલ લાખ લાખ વંદન. જો કે ગોપાલ ઇટાલિયા ની પોસ્ટને લઈ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે એવું લખ્યું છે કે લાકડાની જરૂરિયાત નથી પરંતુ અત્યારે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર ની જરૂર છે. ભાજપ આટલા વર્ષોથી સત્તા ઉપર હોવા છતાં પણ જરૂરિયાત પ્રમાણે આરોગ્યલક્ષી સેવાઓ કરી શક્યું નથી તે ખરેખર એ દુઃખદ બાબત છે.