પ્રધાનમંત્રીજી બંગાળ તો જીતી જશો પણ કોરોના સામેની લડાઈમાં ક્યાંક ભારત હારી ન જાય ! સોશ્યલ મીડિયામાં ટીકાઓનો દોર

પ્રધાનમંત્રીજી બંગાળ તો જીતી જશો પણ કોરોના સામેની લડાઈમાં ક્યાંક ભારત હારી ન જાય ! સોશ્યલ મીડિયામાં ટીકાઓનો દોર

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં કોરોના ના કેસો માં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. લોકો મોતની ચાદર ઓઢી રહ્યા છે, ત્યારે બીજી બાજુ આ દેશની જવાબદારી જેમના શિરે છે તેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ બંગાળ ની ચુંટણી જીતવામાં વ્યસ્ત-મસ્ત બન્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં જોકે અનેક લોકો ટીકા કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના રાહુલ ગાંધીએ કોરોના ની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની તમામ રેલીઓ રદ કરી નાખી છે.

જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં માસ્ટ પહેરવા માટે અને 'દો ગજ કી દુરી' માટે ની સતત સલાહ આપતા રહે છે. પરંતુ બંગાળમાં જે રીતે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સંબોધી રહ્યા છે તે જોતા ક્યાંય પણ એવું લાગતું નથી કે પ્રધાનમંત્રી પોતે જ પોતાની સલાહ ને અનુસરી રહ્યા હોય ! ત્યારે લોકોને સલાહ આપવામાં માહિર પરંતુ પોતે પોતાની જે સલાહને અનુસરવામાં આંખ આડા કાન કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અને ગૃહમંત્રી અમિત શાહની સોશિયલ મીડિયામાં આકરી ટીકા થઈ રહી છે.

બીજી બાજુ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી નું હોમ ટાઉન ગુજરાત હાલ કોરોના ના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે, ગુજરાતમાં ક્યાંક હોસ્પિટલોમાં ઓક્સિજનયુક્ત બેડ નથી તો ક્યાંક વેન્ટિલેટર નો અભાવ છે તો વળી બીજી બાજુ લોકો ઇન્જેક્શન માટે લાઇનમાં ઊભા છે અને આ બધા ના અભાવે લોકો મોતની ચાદર ઓઢી રહ્યા છે ત્યારે સ્મશાનોમાં પણ લાંબુ વેઇટિંગ છે એ જોતા સવાલ એ ખડો થાય છે કે પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી પોતાના જ hometown વિશે આટલા બધા બેખબર કેવી રીતે હોઈ શકે ?