શિક્ષકનું કામ, વિદ્યાર્થીઓના જીવનને ઘડવાનું છે- વડાપ્રધાન

શિક્ષકનું કામ, વિદ્યાર્થીઓના જીવનને ઘડવાનું છે- વડાપ્રધાન

Mnf network :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  'પરીક્ષા પે ચર્ચા'માં કહ્યું હતું કે,' શિક્ષકોએ તેમના કામને માત્ર નોકરી તરીકે ન લેવું જોઈએ, પરંતુ તેઓએ તેને વિદ્યાર્થીઓના જીવનને સશક્ત બનાવવાના માધ્યમ તરીકે લેવું જોઈએ.' 

શિક્ષકોની ભૂમિકા અંગે વડાપ્રધાને કહ્યું કે, "બાળકોના તણાવને ઘટાડવામાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે હંમેશા સકારાત્મક સંબંધ હોવો જોઈએ. 

વડાપ્રધાને કહ્યું કે," કેટલાક માતા-પિતા તેમના બાળકના રિપોર્ટ કાર્ડને તેમનું વિઝિટિંગ કાર્ડ માને છે, આ સારું નથી. તમારે એક બાળકની બીજા સાથે સરખામણી ન કરવી જોઈએ કારણ કે, તે તેના ભવિષ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે." મોદીએ કહ્યું, પરીક્ષાના તણાવને વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર પરિવાર અને શિક્ષકોએ, સાથે મળીને સંબોધિત કરવો જોઈએ. જો જીવનમાં કોઈ પડકાર અને હરીફાઈ ન હોય, તો જીવન ગતિહીન અને ચેતનાહીન બની જશે. તેથી સ્પર્ધા હોવી જોઈએ, પરંતુ સ્પર્ધા તંદુરસ્ત હોવી જોઈએ." 

વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે," તેઓ અન્યો સાથે નહીં પરંતુ પોતાની સાથે સ્પર્ધા કરે. સ્પર્ધા અને પડકારો જીવનમાં, પ્રેરણાનું કામ કરે છે, પરંતુ સ્પર્ધા સ્વસ્થ હોવી જોઈએ." તેમણે કહ્યું, "આપણે કોઈપણ દબાણનો સામનો કરવા માટે પોતાને મજબૂત બનાવવી જોઈએ. દબાણથી આપણા મનની સ્થિતિ જીતવી, જોઈએ. મામલો ગમે તે હોય, આપણે પરિવારમાં પણ તેની ચર્ચા કરવી જોઈએ."