ઊંઝા : ભાજપ કાર્યકરની વાયરલ પોસ્ટ થી ભાજપમાં ભડકો : સંગઠન સામે ઉઠ્યા સવાલ !

ઊંઝા : ભાજપ કાર્યકરની વાયરલ પોસ્ટ થી ભાજપમાં ભડકો : સંગઠન સામે ઉઠ્યા સવાલ !

ઊંઝા ભાજપ સંગઠન માં હોદ્દાઓ ને લઈ ઉઠ્યા સવાલ

સોશ્યલ મીડિયામાં ભાજપ કાર્યકરની વાયરલ પોસ્ટ ને લઈ વિવાદ

100 સભ્યો ન બનાવનારાઓ ને હોદ્દાઓ ની લ્હાણી

સંનિષ્ઠ કાર્યકરોની અવગણના

ભાજપ માં નહી હોય એવા લોકોને મળ્યા હોદ્દા 

કાર્યકરોમાં નારાજગી

શહેર પ્રમુખ અને ધારાસભ્ય સામે છૂપો રોષ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ઊંઝા શહેર ભાજપ સંગઠન માં પ્રમુખ, ઉપ પ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષ સહિતની નિમણૂકો ને લઈને કાર્યકરોમાં ક્યાંકને ક્યાંક ભારે નારાજગી હોવાનું સોશિયલ મીડિયામાં ચપટાવા લાગી છે. સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જેમને ભાજપના 100 પ્રાથમિક સભ્ય નથી બનાવ્યા એવા લોકોને પણ હોદ્દાઓની લ્હાણી કરવામાં આવી છે. આમ સંગઠન મુદ્દે શહેર પ્રમુખ અને ધારાસભ્ય સામે કાર્યકરોમાં છૂપો રોષ હોવાનું મનાય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં લખ્યું છે કે, " ભાજપનું કાર્ય કરનારા કાર્યકરોની કદર નથી થતી જે સંગઠનની પડતી ની નિશાની છે. જે લોકો કદી પણ ભાજપમાં જોડાયા નથી એવા લોકોને હોદ્દાઓ આપીને સંનિષ્ઠ કાર્યકરોનું અપમાન કરવામાં આવ્યું છે." વધુમાં લખ્યું છે કે, " ઊંઝા શહેરની ૧૬ સભ્યોની બોડીમાં જે લોકોએ 100 સભ્યો પુરા કર્યા હોય એવા સભ્યો ટોટલ ચાર છે.. અને 6 જેટલા સભ્યો સક્રિય રીતે બનેલા નથી. પક્ષ ક્યા બંધારણ તરફ જઈ રહ્યું છે અને કઈ વિચારધારા તરફ જઈ રહ્યો છે હવે સમજાતું નથી.

આમ ઊંઝા સંગઠનમાં થયેલ વિવિધ હોદ્દાઓને લઈને હવે ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં નારાજગી હોય તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટ પરથી સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. ઊંઝા ભાજપ સંગઠનને કોણ નબળું પાડવાના પ્રયત્નો કરી રહ્યું છે તેને લઈને પણ ચર્ચાઓ જાગી છે ત્યારે આવનાર સમયમાં ભાજપના કાર્યકરો ભાજપના જ કાર્યક્રમથી અળગા રહેતા જોવા મળે તો ભાજપે વિચારવું રહ્યું !