મહેસાણા : ન.પા.પ્રમુખની મહિલાઓ વિરુદ્ધની માનસિકતા : મહિલાઓની સિટી બસની મફત મુસાફરી બંધ કરવા હિલચાલ

મહેસાણા : ન.પા.પ્રમુખની મહિલાઓ વિરુદ્ધની માનસિકતા : મહિલાઓની સિટી બસની મફત મુસાફરી બંધ કરવા હિલચાલ

નવનિયુક્ત પ્રમુખ ની મહિલાઓ વિરુદ્ધ ની માનસિકતા

નગરપાલિકા ની મહિલા કોર્પોરેટરો થઈ શકે છે નારાજ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : મહેસાણા શહેરમાં તત્કાલિન પ્રમુખ વર્ષાબેન એમ પટેલના શાસનમાં સપ્ટેમ્બર 2021માં શરૂ કરાયેલ સિટી બસ સેવા મહિલાઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડી રહી છે. પરંતુ મહિલાઓ વિરુદ્ધની માનસિકતા ધરાવતા મહેસાણા નગરપાલિકાના નવા પ્રમુખે મહિલાઓને ફ્રી મુસાફરી બંધ કરવા મન બનાવી લીધું છે. જેને લઈને મહિલાઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

મહેસાણા શહેરમાં બે વર્ષથી પાલિકાની એજન્સીથી ચાલતી સિટી બસ સેવા મહિલાઓને મફત મુસાફરી કરાવી રહી છે અને રોજીંદી 8 સિટી બસના વિવિધ રૂટમાં સરેરાશ પાંચ હજાર અને મહિને દોઢ લાખ મહિલાઓ મફત મુસાફરી કરી રહી છે.

મહેસાણા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ હવે પાલિકા પર આર્થિક ભારણ વધતું હોવાનું બહાનું આગળ ધરીને મહિલાઓને મફત મુસાફરી બંધ કરવા માટે મક્કમ બન્યા છે. ત્યારે શહેરમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે એક બાજુ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર મહિલાઓને મજબૂત બનાવવા ના પ્રયાસો કરી રહી છે. બીજી બાજુ મહિલાઓ વિરુદ્ધની માનસિકતા ધરાવતા નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખ મહિલાઓને મુસાફરીનો જે મફત લાભ મળે છે તે બંધ કરવા વિચારી રહ્યા છે.જેને લઇ મહિલાઓમાં ભારે આક્રોશ છે.જોકે હજુ આ નિર્ણય સંકલનની બેઠક બાદ લેવાઈ શકે છે.