ગુજરાતમાં પાટીલ નું આ સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું : ભાજપના ભરતી મેળાથી ફાયદો કે નુકશાન ? મનોમંથન જરૂરી

ગુજરાતમાં પાટીલ નું આ સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું : ભાજપના ભરતી મેળાથી ફાયદો કે નુકશાન ? મનોમંથન જરૂરી

સી.આર.પાટીલના પેજ પ્રમુખ ફોર્મ્યુલા નું સુરસુરિયું

પાટીલનું તમામ બેઠકો પર 5 લાખની જંગી લીડ થી જીત મેળવવાનું સ્વપ્ન અધૂરું રહ્યું.

ભાજપના ભરતી મેળા ભાજપને જ ભારે પડ્યા

બનાસકાંઠામાં ભાજપનું ધોવાણ અને કોંગ્રેસનું ખાતું ખુલ્યું

26 માંથી 26 સીટો જીતવાનું સ્વપ્ન ચકનાચૂર 

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : આજે લોકસભાના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના સાથી પક્ષોમાં ' કંઈ ખુશી કહીં ગમ ' નો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના ચૂંટણીના પરિણામો પર સૌ કોઈની મીટ મંડાયેલી છે કારણકે ગુજરાતમાં સમય અગાઉ ભાજપે 26 બેઠકો પર જીત મેળવવાનો દાવો કર્યો હતો તે આજે ખોટો પડી રહ્યો છે અને પાટીલનો 26 એ 26 બેઠકો જીતવાનું સ્વપ્ન ચકનાચુંર થઈ ગયું છે. કારણ કે બનાસકાંઠા સીટ પરથી ગેનીબેન ઠાકોર ભાજપને હરાવીને વિજય બન્યા છે અને ગુજરાતમાં વર્ષો બાદ કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે.

બીજી બાજુ ગુજરાતમાં 2022 માં 156 સીટ પર જીત મેળવ્યા બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે લોકસભાની ચૂંટણીમાં ભાજપ એ માત્ર 26 બેઠકો જીતવાનો જ નહીં પરંતુ દરેક બેઠક પર પાંચ લાખથી વધુ મતોથી જીતવાનો નિર્ધાર કર્યો હતો ત્યારે આજે આવેલા પરિણામોમાં પાટીલનું આ સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. કારણકે ભાજપ જે 25 બેઠકો પર જીત્યું છે ત્યાં પણ મોટાભાગની બેઠકો ઉપર પાંચ લાખ ની સરસાઇ જોવા મળી રહી નથી. એટલું જ નહીં બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપને હરાવીને કોંગ્રેસનું ખાતું ખોલાવ્યું છે ત્યારે ઘણા સમયથી નિરાશ રહેલા કોંગ્રેસના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તો વળી દેશમાં આ વખતે ભાજપ એ 400 પ્લસ સીટો જીતવાનો દાવો કર્યો હતો એ દાવો પણ ક્યાંક ને ક્યાંક હવે ખોટો પડી રહ્યો હોય તેવું સમાચાર અને સૂત્રોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે કારણ કે હાલમાં બપોરે ત્રણ વાગ્યા સુધીની સ્થિતિ પ્રમાણે NDA ને 295 સીટો પર આગળ છે તો INDIA ગઠબંધન 225 જેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.ત્યારે આખરી પરિણામો જોવા રહ્યા !