ઊંઝા : લ્યો બોલો ! PM મોદીના વતન વડનગરમાં યોજાયેલ પદયાત્રામાં ધારાસભ્ય જ ગેર હાજર રહ્યા ! નારાજગી કે વ્યસ્તતા ?

ઊંઝા : લ્યો બોલો ! PM મોદીના વતન વડનગરમાં યોજાયેલ પદયાત્રામાં ધારાસભ્ય જ ગેર હાજર રહ્યા  ! નારાજગી કે વ્યસ્તતા ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ એવું ઐતિહાસિક નગર વડનગર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન છે. વડનગર ખાતે આજે સુશાસન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના ભાજપના દિગજજો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જેમના આંગણે આ કાર્યક્રમ હતો એવા આ વિસ્તારના ધારાસભ્ય ગેરહાજર રહેતા કાર્યકરોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા.જો કે તેમની ગેરહાજરી નું કારણ અકબંધ રહ્યું છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર મુકામે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ ની જન્મ જયંતિ નિમિત્તે આજે વડનગર શહેર માં સુશાસન પદયાત્રા યોજવા માં આવી હતી.વડનગર શહેર ના ઐતિહાસિક તાનારીરી મેદાન માં સભા યોજ્યા બાદ વડનગર શહેર માં 8 કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રા યોજાઈ હતી.માય ભારત વોલેન્ટીયર દ્વારા આયોજિત સુશાસન પદયાત્રા માં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રક્ષા ખડશે તેમજ ગુજરાત સરકાર ના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ પદયાત્રા માં જોડાયા હતા.

અત્રે નોંધનીય છે કે ધારાસભ્ય કે કે પટેલ છેલ્લા કેટલાય સમયથી અનેક કારણોસર વિવાદોમાં સપડાયેલા રહ્યા છે. એટલું જ નહીં તાજેતરમાં એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી માં પણ ધારાસભ્યની સત્તા લાલસા ને કારણે ભાજપનું મેન્ડેડ મજાક બન્યું હતું. વળી તાજેતરમાં મહેસાણા જિલ્લાના વિવિધ શહેરોના ભાજપ પ્રમુખોની યાદીમાં ઊંઝા ની બાદબાકી જોવા મળી હતી જેને લઈને કાર્યકરોમાં પણ અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.