ઊંઝાની પ્રજાનો અવાજ : વિરમગામ ના ધારાસભ્ય પાસેથી કઈક તો શીખો કિરીટભાઈ !

ઊંઝાની પ્રજાનો અવાજ : વિરમગામ ના ધારાસભ્ય પાસેથી કઈક તો શીખો કિરીટભાઈ !

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે 27.80 કરોડના વિકાસ કામ મંજુર કરાવ્યા...

ઊંઝાના ધારાસભ્ય હવે તો જાગો નો પ્રજાનો અવાજ...

ક્યાં સુધી ધારાસભ્ય ઘોર નિંદ્રામાં રહેશે નો સવાલ કરતી ઊંઝા મત વિસ્તાર ની પ્રજા... 

ઊંઝામાં ધારાસભ્ય કિરીટ પટેલે ઉડીને આંખે વળગે એવું એક પણ કામ નથી કર્યું... 

વિકાસ કામ તો દુરની વાત પણ સંગઠન અને નગરપાલિકાને પણ સાચવવામાં અસફળ રહ્યા હોવાનું પ્રજાનો મત... 

ધારાસભ્ય કિરીટ પટેલને લઈને ગ્રામ્ય પ્રજામાં ભારે નારાજગી... 

અમારા ધારાસભ્યને કોઈક તો જગાડો નો સુર..

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ધારાસભ્યની સક્રિયતા પોતાના વિસ્તારમાં કેટલા વિકાસલક્ષી કાર્યો કરી શકે છે તે નજરે નિહાળવું હોય તો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના વિસ્તારની મુલાકાત લેવી રહી અને ધારાસભ્યની નિષ્ક્રિયતાથી વિકાસ કેટલો અટકી પડે છે એ જોવું હોય તો ઊંઝાના ધારાસભ્ય કે કે પટેલના વિસ્તારની મુલાકાત લેવી રહી ! 

તાજેતરમાં પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સક્રિય ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાના વિસ્તારના વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં રૂપિયા ૨૭.૮૦ કરોડના રોડના કામો મંજુર કર્યા. અત્રે નોધનીય છે કે, વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના ૪૪ ગામોને આનાથી સીધો લાભ થશે. છેલ્લા આઠ વર્ષથી કામો નહતા થયા તેવા કામો ધારાસભ્ય પ્રયાસોથી મંજુર થયા.

અત્રે નોંધનીય છે કે ઊંઝા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અનેક રોડ રસ્તા ની સમસ્યાઓ ઉદભવી રહી છે એટલું જ નહીં પરંતુ અનેક વિકાસ કાર્યો અટવાયેલા પડ્યા છે પરંતુ ધારાસભ્યની નિષ્ક્રિયતાને કારણે આ વિસ્તાર હવે વિકાસથી વંચિત રહેવા લાગ્યો છે. અગાઉના ધારાસભ્ય સ્વ ડૉક્ટર આશાબેન પટેલ ના કાર્યકાળમાં ઊંઝા ના વિકાસ કાર્યો ખૂબ જ તે જ ગતિએ આગળ વધી રહ્યા હતા પરંતુ રાજકીય અણ આવડત અને રાજકીય સુઝ બુઝ નો અભાવ ધરાવતા લોકોની સલાહ મુજબ ચાલતા ધારાસભ્ય પોતાના વિસ્તારમાં ભાજપનું શાસન બચાવવામાં જ્યાં નિષ્ફળ રહ્યા છે ત્યાં વિકાસ કાર્યોની તો અપેક્ષા જ શું રાખવી ?