મસ્જિદના સ્થાને મંદિર: રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાથી પાક.ને મરચાં લાગ્યા

મસ્જિદના સ્થાને મંદિર: રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાથી પાક.ને મરચાં લાગ્યા

Mnf network:  અયોધ્યામાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલા આવવાથી ન માત્ર દેશમાં પરંતુ દુનિયાભરના દેશોમાં ઉલ્લાસ છે. ન્યૂયોર્કથી લઈને સિડની સુધી ભગવાન રામના અભિષેકને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આપણાં પાડોશી દેશ પાકિસ્તાનને ભગવાન રામની પોતાની જ જન્મભૂમિ પર પરત ફર્યા તે સહન નથી થયું.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારતમાં વધતા બહુસંખ્યકવાદનો સંકેત છે.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે- ચરમપંથીઓની ભીડે બાબરી મસ્જિદને ધ્વસ્ત કરી દીધી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું- આ દુર્ભાગ્ય છે કે ભારતની સુપ્રીમ કોર્ટે ન માત્ર આ ધૃણિત કૃત્ય માટે જવાબદાર ગુનેગારોને છોડી મુક્યા પરંતુ ધ્વસ્ત કરાયેલી મસ્જિદના સ્થાને એક મંદિરના નિર્માણની મંજૂરી આપી દીધી.