સુરત : વીજ પોલ પડતા ઇકો ગાડી નો કચ્ચર ઘાણ વળી ગયો : ચાલકનો આબાદ બચાવ

સુરત : વીજ પોલ પડતા ઇકો ગાડી નો કચ્ચર ઘાણ વળી ગયો : ચાલકનો આબાદ બચાવ

વીજટાવર બાદ રોડ વચ્ચે હવે વીજપોલ ધરાશાયી થયો

પોલ ફોરવ્હીલ પર પડતા ઇકોકાર છૂંદાઈ  ગઈ

શહેરમાં સર્જાઈ રહી છે સતત દુર્ઘટનાઓ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : શહેર માં એક બાદ એક ગંભીર ઘટના બની રહી છે. એક તરફ બે દિવસ પહેલા વીજટાવર એકાએક નીચે પડતા બાળકી ને ગંભીર ઈજા પહોચી હતી. જે બાદ મેટ્રો કામગીરી વચ્ચે ઓટો રિક્ષા પર ક્રેન ઢળી પડતાં રિક્ષા ચાલક નો આબાદ બચાવ થયો હતો. ત્યારે આજે પણ કામરેજ વિસ્તાર માં વિજળી નો પોલ રોડ પર પડતા એક ઇકો ગાડી નું કચ્ચરઘાણ વળ્યું હતું. જેમાં ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.