ગોપાલ ઇટાલિયા એકલો નથી અને અમે કાંઈ બંગડી નથી પહેરી, હુમલા કરતા પહેલા વિચારજો

ગોપાલ ઇટાલિયા એકલો નથી અને અમે કાંઈ બંગડી નથી પહેરી, હુમલા કરતા પહેલા વિચારજો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં હાલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોક પ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે જેને લઈ એક પછી એક નામાંકિત લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એટલે ભાજપના નેતાઓના પગ નીચેથી જમીન સરકી રહી છે જેને લઈ હવે AAP નેતાઓને કોઈને કોઈ પ્રકારે કનડગત શરૂ કરાઇ રહી છે.જેમાં તાજેતરમાં જન સંવેદના યાત્રા દરમ્યાન ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પર હુમલાનો નિષફળ પ્રયાસ થયેલો.ત્યારે હવે સુરતના કોંગ્રેસના શહેર મહામંત્રી પદે રહી ચૂકેલા પાટીદાર અનામત આંદોલનના નેતા જીગ્નેશ મેવાસા ગોપાલ ઇટાલિયા ના સમર્થનમાં આવ્યા છે.

જીગ્નેશ મેવાસા સુરત શહેર કોંગ્રેસ મહામંત્રીનો હોદો ધરાવે છે.પણ તેમણે આ હોદ્દા પરથી સમય અગાઉ રાજીનામુ આપી દીધું છે.જો કે કોંગ્રેસે સ્વીકાર્યું નથી.જીગ્નેશ મેવાસાએ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું છે કે, " ગોપાલ ઇટાલિયા એકલો નથી અને અમે કાંઈ બંગડી નથી પહેરી.શાનમાં સમજી જાજો નઈ તો આંદોલનવાળી થશે તો ખેસ સંઘરવો પડશે."

જીગ્નેશ મેવાસાએ બીજી એક પોસ્ટમાં લખ્યું છે કે, " ગોપાલભાઈ ઇટાલિયા અમારા પાસ સમિતિના જૂના મિત્ર છે, એ કોઈ ભૂલી ના જાય.પક્ષથી ભલે સાથે ન હોઈએ પણ હુમલા કરતા પહેલા વિચારજો." આ બંને પોસ્ટ કરી ગોપાલ ઇટાલિયાનું સમર્થન કરનાર જીગ્નેશ મેવાસાએ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું પક્ષને લઈ નહિ પણ પાસ ના મારા જૂના મિત્રના નાતે હવે તેમની સુરક્ષા માટે તેમની સાથે યાત્રા દરમ્યાન રહીશ.જો કે પાાટીદાર આંદોલન મા જીગ્નેશ મેવાસા હાર્દિક પટેલના સમર્થનમાં ખુલીને આવ્યા હતા.એટલું જ નહીં મેવાસા કતારગામથી કોંગ્રેસની ટીકીટ પર ધારાસભ્યની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.