સુરત : ખાડીપૂર ની સ્થિતિની સ્થિતિ ને પહોંચી વળવા SMC કમિશ્નર એક્શન મોડમાં : સુરતીઓ માટે મહત્વનો સંદેશ

સુરત : ખાડીપૂર ની સ્થિતિની સ્થિતિ ને પહોંચી વળવા SMC કમિશ્નર એક્શન મોડમાં : સુરતીઓ માટે મહત્વનો સંદેશ

મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ ખાડીપુર ની સ્થિતિ નું અવલોકન કરવા ઉતર્યા પાણીમાં

કમિશનર શાલીની અગ્રવાલ અને મ્યુનિસિપલ અધિકારીઓની ટીમે વિવિધ પાણીગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત 

જરૂરિયાત જણાય ત્યારે રેસ્ક્યું ઉપરાંત અસરગ્રસ્ત લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા 

સગર્ભા બહેનો, બાળકો તેમજ સિનિયર સિટીઝનોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા મ્યુનિસિપલ કમિશનરની લોકોને અપીલ

અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટની કરવામાં આવી છે વ્યવસ્થા 

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાયો કંટ્રોલરૂમ 

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલ અનરાધાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં ખાડી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોની વધતી જતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને આજે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ તેમની ટીમ સાથે વિવિધ વિસ્તારોનું અવલોકન કરવા માટે ખુદ પાણીમાં ઉતાર્યા હતા.

સુરત ખાડી પુરને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે કેટલીક જગ્યાએ લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો, ફાયર બ્રિગેડ ટીમ તેમજ સુરત પોલીસ પાણીમાં ફસાયેલા લોકોની વહારે આવી રહી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ એ મીડિયા ને જણાવ્યું હતું કે, " ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ખાડી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે. તેમજ સતત ખાડીના પાણીનું તેમજ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીનું પણ મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ વિવિધ લોકોનું રેસ્ક્યુ કરવા ઉપરાંત અસરગ્રસ્ત લોકોને સેલ્ટર હોમમાં પણ ખસેડાયા છે.'

આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ એ સુરતીઓને મહત્વનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, " જે લોકો સિનિયર સિટીઝન છે તેઓ તેમજ બાળકો અને સગર્ભા મહિલાઓ શક્ય હોય ત્યાં સુધી કામ વિના બહાર નીકળવાનું ટાળે. સ્થિતિ હાલમાં નિયંત્રણ હેઠળ જ છે અને પાણી જેમ બને તેમ ઝડપથી ઉતરી જાય તેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સક્રિય પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. આ ઉપરાંત અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે."