Breaking: સુરતની શાળાઓમાં 25 જુલાઈના રોજ રજા રહેશે કે કેમ ? શિક્ષણ મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન
મોર્નિંગ ન્યુઝ ફોકસ : સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે પુર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આજે 24 જુલાઈ ના રોજ સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.
ત્યારે આજે પણ સુરત શહેરમાં ખાડી પૂરની સ્થિતિ યથાવત જ છે જેને લઈને આવતીકાલે 25 જુલાઈના રોજ શાળાઓ ચાલુ રહેશે કે બંધ તેને લઈને વિદ્યાર્થીઓને વાલીઓમાં અસમંજસભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે મોર્નિંગ ની ફોકસ દ્વારા શિક્ષણ મંત્રી નો ટેલીફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, " જિલ્લા શિક્ષણ અધિકારીને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાનો આદેશ આપવામાં જ આવ્યો છે.છતાં પણ સુરતમાં ખાડી પૂરની સ્થિતિ ની પરિસ્થિતિને જોતા આવતીકાલે પણ શાળા કોલેજો જરૂર જણાય તો બંધ રાખવાનો આદેશ જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવશે. શિક્ષણ મહત્વનું છે પરંતુ બાળકોની સલામતી સૌથી મહત્વની છે ત્યારે બાળકોની સલામતીને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવે તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું."