મુંબઈ મા ઝિકા વાયરસ નો પ્રવેશ

મુંબઈ મા ઝિકા વાયરસ નો પ્રવેશ

મુંબઈમાં ૭૯ વર્ષના સિનિયર સિટિઝન ઝિકા વાઇરસના પ્રથમ દરદી બન્યા છે. તેમને ૧૯ જુલાઈથી તાવ, ભરેલું નાક તથા ઉધરસ જેવાં લક્ષણો હતાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

બીએમસીના હેલ્થ ડિપાર્ટમેન્ટના ઑફિસરે જણાવ્યું હતું કે પેશન્ટ સ્વસ્થ થવાથી તેમને બીજી ઑગસ્ટે રજા આપવામાં આવી હતી.

પેશન્ટને ડાયાબિટીઝ, હાયપરટેન્શન, ઇસ્કેમિક હાર્ટ-ડિસીઝ અને થેલેસેમિયા માઇનર જેવી અન્ય બીમારીઓ હોવા છતાં રિકવરી થઈ ગઈ હતી.

હેલ્થ ડિપાર્ટમેન્ટના ઑફિસરે જણાવ્યા મુજબ ઝિકા વાઇરસનાં લક્ષણોમાં તાવ, ચામડી પર ચાઠાં, સ્નાયુ અને સાંધા તથા માથાના દુખાવા નો સમાંવેસ થાય છે