ઊંઝાના એવા કાર્યકરનો આજે જન્મ દિવસ છે જેઓ ખરા અર્થમાં નગર વિકાસના સ્વપ્નદ્રષ્ટા રહ્યા છે !

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : રાજકારણમાં સામાન્ય રીતે લોકો હોદ્દો મેળવવા માટે નૈતિકતા ન પરવા કર્યા વિના રાજકીય દાવ પેજ લડાવતા હોય છે અને હોદ્દો મળતાની સાથે જ સામાન્ય માણસો સાથે હાથ મિલાવતા નેતાઓ જાણે પોતે સુપરસ્ટાર હોય એવું આમ જનતા સાથે વર્તન કરતા હોય છે. પરંતુ અહીંયા એક એવા કાર્યકર ની વાત છે જેમણે ક્યારે હોદ્દાની મહત્વકાંક્ષા રાખી નથી અથવા તો હોદ્દો મળ્યા પછી પણ પોતાની લાઈફ સ્ટાઈલમાં ક્યારે બદલાવ લાવ્યા નથી અને આમ વ્યક્તિની જેમ જ હંમેશા લોકો સાથે તેમનો વ્યવહાર રહ્યો છે. તેમણે પોતાના કાર્યકાળમાં માત્ર અને માત્ર નગર વિકાસને જ પ્રાધાન્ય આપ્યું છે.
વાત છે ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ કે જેમનો આજે જન્મદિવસ છે. સૌપ્રથમ તો દીક્ષિતભાઈ પટેલની જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. દીક્ષિત ભાઈ પટેલ એ છેલ્લા અનેક વર્ષોથી સંઘ અને ભાજપમાં હંમેશા જોડાયેલા રહ્યા છે
સમય અગાઉ ઊંઝા નગરપાલિકામાં જ્યારે ભાજપના હાથમાંથી સત્તા સરકી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ભાજપ અને અન્ય જૂથ વચ્ચે ભારે ખેંચતાણ હતી જેમાં રાજકીય નેતાઓએ હસ્તક્ષેપ કરીને ચોક્કસ કરાર કરીને માંડ માંડ મડા ગાંઠ ઉકેલી હતી.બે જૂથો વચ્ચે પ્રમુખ પદને લઈને ભારે રસાકસી હતી.જેમાં એક એવા ચહેરાની જરૂર હતી જે બંને જૂથોને મંજૂર હોય. ત્યારે આ બંને જૂથો દ્વારા નગરપાલિકાના પ્રમુખ તરીકે દીક્ષિતભાઈ પટેલ ના નામ પર મહોર મારવામાં આવી હતી અને નગરપાલિકામાં ભાજપ એ સત્તા હાંસલ કરી હતી. કારણ કે દીક્ષિતભાઈ પટેલ એક એવા વ્યક્તિ છે જેમના માટે વિરોધીઓને પણ એક સન્માનની લાગણી હોય છે. સર્વને સાથે લઈને ચાલનારા નેતાઓમાંના તેઓ એક છે.
જોકે પાલિકા પ્રમુખ બન્યા બાદ દીક્ષિતભાઈ પટેલે શહેરના વિકાસ માટે ફટાફટ મહત્વના નિર્ણયો લેવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના પ્રમુખ પદના કાર્યકાળના 17 અઠવાડિયામાં 17 જેટલા નગર માટેના વિકાસના મહત્વના નિર્ણયો લીધા હતા. કરાર આધારિત સંધિને કારણે છેવટે દીક્ષિતભાઈ પટેલ ની વધતી જતી લોકપ્રિયતાને અટકાવવા માટે સમય અગાઉ તેમની પાસેથી રાજીનામાની માંગ કરવામાં આવી હતી. ત્યારે ક્ષણભરનો વિચાર કર્યા વિના દીક્ષિતભાઈ પટેલે તાત્કાલિક રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી.
જોકે દીક્ષિત ભાઈ પટેલે હોદ્દાની પરવા કર્યા વિના રાજીનામું આપવાની દર્શાવેલી તૈયારીથી ભાજપના મોવડીઓ પણ વિચાર કરતા થઈ ગયા હતા. તેમણે પણ મનોમન કબૂલ્યું હતું કે ખરેખર દીક્ષિતભાઈ પટેલ એ સત્તાની લાલસા વાળા નેતા નહી પરંતુ એક ખરા અર્થમાં પક્ષના હિત ને અગ્રીમતા આપનારા નગર વિકાસના દ્રષ્ટા અને વિઝનરી નેતા છે. આવા નગર વિકાસના સ્વપ્ન દ્રષ્ટા દીક્ષિતભાઈ પટેલને મોર્નિંગ ન્યુઝ પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ...