પતંગ ચગાવવા અમિત શાહ વેજલપુરના ધાબે પહોંચ્યા, કાર્યકર્તાઓ સાથે મનાવી ઉત્તરાયણ
Mnf network : આજે દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. શાહે વેજલપુરમાં ધારારભ્યો અને નેતઓની હાજરીમાં પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ ઉજવણીમાં ત્રણ અમિત એકસાથે જોવા મળ્યા હતા.
અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ ધાબા પર પહોંચે તે પહેલા બાળકોને પતંગ, ચીકી સહિતની સામગ્રીઓ વહેંચી હતી. અમિત શાહને જોવા માટે વેજલપુરની અગાશીઓમાં ટોળા જામ્યા હતા.
૬ ટર્મ થી સતત ભાજપમાં સાંસદ બનતા આવેલ સંસદ મનસુખ વસાવા દર વર્ષે પોતાના પરિવાર સાથે ઘરના ધાબા પરથી જ પતંગ ચગાવે છે. આજે તેઓએ રાજકીય પતંગ અને પેચની વાત કરી સતત ૬ ટર્મથી જીતતા આવતા સંસદે સાતમી ટમમાં પણ ભાજપની જીત નિશ્ચિત છે તેવો દાવો કર્યો છે. કેમકે વિપક્ષ ગમે તેટલી દોરી અને ગુચ નાંખે પરંતુ અમારી પાસે શુદ્ધ ભારતીય દોરો છે અને તેથી અમારી જીત નક્કી છે. તમામ બેઠકો ભાજપને મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી જ વડાપ્રધાન બિરાજશે
કોંગ્રેસના નેતાઓએ અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ અમદાવાદમાં પતંગ ચગાવી. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ ઉજવણીમાં જોડાયા. કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજય ગોહિલ ઉજવણીમાં જોડાયા. આમ, અનેક કોંગ્રેસના નેતાઓએ પણ પતંગનો તહેવાર ઉજવ્યો. એકબીજાને તલ-સીંગની ચિક્કી ખવડાવી શુભેચ્છા પાઠવી.