ઊંઝા : શ્વાનો માટે રોટલા ઘડતી બહેનોનો 42 મો સાડી વિતરણ સમારોહ યોજાયો

ઊંઝા : શ્વાનો માટે રોટલા ઘડતી બહેનોનો 42 મો સાડી વિતરણ સમારોહ યોજાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  જહુ માતાજી શ્વાન સેવા સદન અખંડ રોટલા લાડુ ઘર માં છેલ્લા 18 વર્ષ થી દરરોજ 3400 રોટલા / રોટલી શ્વાનો માટે બનાવવા માં આવે છે.

જેમાં 630 બહેનો અઠવાડિક વારા મુજબ રોટલા ઘડવાની સેવા આપે છે. આ બહેનો ને તેમની નિષ્કામ સેવા બદલ માતાજી ના આશીર્વાદ સહ સાડી તેમજ ડ્રેસ નુ વિતરણ કરવામાં આવ્યું.

   આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ પ્રિયંકાબેન, કોર્પોરેટર રાજુભાઈ, રાકેશભાઈ, કિન્નરીબેન, તેમજ શ્વાન સેવા કેન્દ્ર જોટાણા થી રતિકાકા, ગોઝારીયા થી રાજુભાઈ ઠાકોર,માતાજી ના ઉપાસક મહાસુખભાઈ, અમરતભાઈ, કિરીટભાઈ તેમજ રોટલાઘર પ્રમુખ અનિલભાઈ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ તથા મોટી સંખ્યા માં સેવક પરિવાર ના ભાઈ - બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સર્વે નુ જહુ માતાજી ઉપાસક વિપુલભાઈ બારોટ દ્વારા આભાર સહ અભિવાદન કરવામાં આવ્યું હતું.