પીએમ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવશે
Mnf net work: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે.
તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.
પ્રધાનમંત્રી રેલવે, માર્ગ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે.
વિરમગામ - સામખિયાળી રેલવે લાઇનનું ડબલિંગ; કાટોસન રોડ-બેચરાજી - મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (એમએસઆઈએલ સાઈડિંગ) રેલ પરિયોજના વિજાપુર તાલુકા અને મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ ગ્રામ્ય તળાવોના રિચાર્જ માટેનો પ્રોજેક્ટ; મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વાલાસણા બેરેજ.
દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાની જાળવણી અને મજબૂત કરવાની ભાવનાને વધુ વેગ મળે તે હેતુથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય વડાપ્રધાનના નેતૃત્વમાં લેવામાં આવ્યો હતો.