સુરત ગ્રામ્ય ડેપોમાં સ્વચ્છતા પખવાડિયું : વિદ્યાર્થીઓ અને સ્ટાફે સ્વચ્છતા રેલી યોજી આપ્યો સંદેશ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : આજરોજ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સુરત ગ્રામ્ય ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને બસ, બસ સ્ટેન્ડ અને જાહેર સ્થળો પર ગંદકી ન ફેલાવવા અંગે જાગૃત કરવાનો હતો.
આ રેલીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૬૮ અને ૨૪૯ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. તેમની સાથે ડેપો મેનેજર શ્રી બી.ટી. પટેલ, સ્ટેન્ડ ઇન્ચાર્જ શ્રી ઝેડ.એમ. શેખ, એ.ટી.આઈ. શ્રી રાજુ ચૌધરી તેમજ કર્મચારીઓ કૃણાલભાઈ સોલંકી અને જયપાલસિંહ સોઢા સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચાર કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. રેલી પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.