રફ વાળને શાઇની કરવા આ વસ્તુ લગાવો

રફ વાળને શાઇની કરવા આ વસ્તુ લગાવો

Mnf network: શાઇની વાળ દરેક લોકોની પહેલી પસંદ હોય છે. શાઇની વાળ તમારા લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. દરેક લોકો ઇચ્છતા હોય છે કે મારા વાળ શાઇની હોય તો કેટલું સારુ. વાળમાં શાઇન લાવવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે.

આંબળાનું પાણી લગાવો

આંબળાનું પાણી લગાવવાથી વાળમાં મસ્ત શાઇન આવે છે. આંબળા તમારા વાળને મસ્ત સિલ્કી કરવાનું કામ કરે છે. તમારા વાળ રફ થઇ ગયા છે તો તમે આંબળાનું પાણી લગાવો. આંબળાનું પાણી લગાવવા માટે સૌ પ્રથમ આંબળાને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ આમાંથી પાણી કાઢી લો અને વાળમાં લગાવો. અડધો કલાક પછી હેર વોશ કરી લો.

લીંબુ અને શિયા બટર

લીંબુ અને શિયા બટર મિક્સ કરીને વાળમાં લગાવવાથી હેર મસ્ત થઇ જાય છે. લીંબુ અને શિયા બટરથી વાળમાં મસ્ત ચમક આવે છે. આ સાથે હેરનું ટેક્સચર પણ સારું થાય છે. શિયા બટર તમારા વાળને સુંદર અને લાંબા બનાવવાનું કામ કરે છે. આ માટે તમે એક ચમચી લીંબુના રસમાં બે ચમચી શિયા બટર નાખીને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો. ત્યારબાદ એક કલાક માટે રહેવા દો અને પછી હેર વોશ કરી લો.

એલોવેરા

સામાન્ય રીતે મોટાભાગના લોકોના ઘરમાં એલોવેરા હોય છે. એલોવેરામાં રહેલા ગુણો તમારા વાળને સિલ્કી કરવાનું કામ કરે છે. એલોવેરા જેલને તમે ડાયરેક્ટ વાળમાં એપ્લાય કરી શકો છો. આ જેલથી કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થતી નથી. એલોવેરા જેલ તમને બજારમાંથી પણ સરળતાથી મળી રહે છે. એલોવેરા જેલ વાળમાં લગાવો અને અડધો કલાક માટે રહેવા દો. ત્યારબાદ હેર વોશ કરી લો. 

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.