કડોદરામાં અપહરણ-હત્યા કેસમાં ત્રણ મહિને ફરી લોકોનો ગુસ્સો ભડક્યો
Mnf network: સુરત જિલ્લાના કડોદરા ખાતે ગત 8 સપ્ટેમ્બરના રોજ 12 વર્ષીય અમરેન્દ્રનું અપહરણ બાદ હત્યાનો મામલો હજુ શમ્યો નથી. હત્યામાં કુખ્યાત સોનુ અને મોનુની ધરપકડ જે તે સમયે થઈ ચૂકી હતી. જોકે, ત્રણ મહિના પછી પણ લોકોમાં રોષનો લાવા હજી ખદબદી રહ્યો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીઓના ઘર બહાર બાઇક સળગાવી ટ્રાફિક અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.
સુરત જિલ્લાના કડોદરા નજીક ગત સપ્ટેમ્બર માસમાં કૃષ્ણનગરમાં બાર વર્ષીય અમરેન્દ્ર મહંતો નામના બાર વર્ષીય બાળકનું અપહરણ કરી ખંડણી માગવામાં આવી હતી. અપહરણ બાદ અપહરણકર્તા એવા સોનુ-મોનુ અને સાગરિતોએ બાળકની હત્યા કરી હતી. આ ઘટનાએ સુરત જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને પણ ચર્ચામાં મૂકી દીધી હતી.
આરોપીઓના ઘર બહાર બાઈક સળગાવી દીધી હતી
મૃતક અમરેન્દ્ર જે સોસાયટીમાં રહેતો હતો. એ સોસાયટીની બાજુમાં જ આવેલા સત્યમ નગરમાં આરોપી સોનુના માતા પિતા અને પરિવારજનો રહે છે. મંગળવારે મોટી સંખ્યામાં ટોળુ આરોપીઓના ઘર પાસે ધસી ગયું હતું. મહિલાઓએ રસ્તા ઉપર બેસીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીના ઘર બહાર મુકેલા વાહનો સળગાવ્યા હતા. એટલું જ નહીં સળગાવેલા વાહનોના ટાયરો પણ બહાર કાઢીને આરોપીના ઘરમાં નાખી આગચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કડોદરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થાનિકોનો રોષ થાળે પાડવાનો પ્રયાસ શરૂ કરાયો હતો.
રસ્તા ઉપર બેસી મહિલાઓએ ટ્રાફિક અટકાવ્યો હતો
પોલીસની ભેદી ભૂમિકા સામે પણ ઉકળાટ
બેકાબુ બનેલા લોકો ટોળાને ડામવા પોલીસે મથામણ શરૂ કરી હતી. કેટલાક શખ્સોની અટકાયત પણ કરાઈ હતી. જે સમયે સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે તેઓએ પોલીસને પણ અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો. પુરુષો સાથે કેટલીક મહિલાઓ પણ ઉગ્ર બની હતી. પોલીસ જ્યારે અટકાયત કરી રહી હતી