એલ.પી. .સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા 'I Follow' કેમ્પેઈન અંતર્ગત ટ્રાફિક ફેર -2022 યોજાયો

એલ.પી. .સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા 'I Follow' કેમ્પેઈન અંતર્ગત ટ્રાફિક ફેર -2022 યોજાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  શહેરમાં વધતી વસ્તી અને વાહનોની વધી રહેલી સંખ્યા સાથે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની રહી છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓમાં અને સમાજના દરેક લોકોમાં ટ્રાફિક ના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને એલ.પી. .સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા I Follow કેમ્પયન અંતર્ગત ટ્રાફિક ફેર -2022 નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિકની સમસ્યા અને નિવારણ માટેના વિવિધ મોડલ્સ બનાવ્યા હતા .

જેનો મુખ્ય હેતુ હેલ્મેટ ન પહેરવાથી થતું નુકસાન , સીટબેલ્ટ ન બાંધવાથી થતી જાનહાની , વાહનોની ઓવર સ્પીડ , વાહન ચલાવતી વખતે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરવાથી થતા અકસ્માતો વગેરે બાબતોને ધ્યાનમાં લઇ અમૂલ્ય જીવન કેવી રીતે બચાવી શકાય તે અંગેનું સુંદર નિદર્શન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું .

જેમાં CP સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર, DCP અમિતા વાનાની , ACP એમ.એચ. શેખ , PI રબારી તેમજ શાળાના સંચાલક માવજીભાઈ સવાણી , ધર્મેન્દ્ર સવાણી અન્ય ટ્રસ્ટી પંકજભાઈ ડાંખરા , વિનોદભાઈ ગોલકીયા , ઘનશ્યામભાઈ પાવસીયા અને વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિક અંગેની સમસ્યાઓને વિવિધ સ્વરૂપે ડાન્સ દ્વારા , ચિત્ર પ્રદર્શન દ્વારા , પ્લે કાર્ડ દ્વારા અને વર્કિંગ મોડેલ દ્વારા રજૂ કરી અને વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવતા તેઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા.જેમાં મોટા પ્રમાણમાં વાલી અને વિદ્યાર્થીઓ જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો અને સમાજને સુંદર સંદેશો આપવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું .