ઊંઝા : પૂર્વ પાલિકા પ્રમુખ દિક્ષીતભાઇ પટેલે વાહન વ્યવહાર મંત્રી પાસે કરી મોટી માંગણી : લાખો લોકોને થઈ શકે છે ફાયદો

ઊંઝા : પૂર્વ પાલિકા પ્રમુખ દિક્ષીતભાઇ પટેલે વાહન વ્યવહાર મંત્રી પાસે કરી મોટી માંગણી : લાખો લોકોને થઈ શકે છે ફાયદો

દીક્ષિતભાઈ પટેલ છે પૂર્વ નગરપાલિકા પ્રમુખ 

પાલિકા પ્રમુખ ના કાર્યકાળ દરમિયાન કરી છે તેમણે પ્રશંસનીય કામગીરી 

રાજ્ય વાહન વ્યવહાર મંત્રી પાસે ઊંઝા એસ.ટી ડેપોને એસી વોલ્વો બસ ફાળવવા કરી માગણી 

ઊંઝા વિસ્તારના મોટાભાગના લોકો સુરત ખાતે ધંધા રોજગાર અર્થે થયેલા છે સ્થાયી

જો ઊંઝા ડેપોને એ.સી. વોલ્વો બસ મળે તો આ વિસ્તારના મુસાફરોને થઈ શકે છે મોટો ફાયદો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઊંઝા થી સુરત જવા માટે હાલમાં કોઈપણ પ્રકારની એસી વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ નથી. ત્યારે દિવાળીના સમયમાં સુરત ખાતે રહેતા આ વિસ્તારના લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે. ત્યારે ઊંઝા સુરત એસી વોલ્વો બસ શરૂ કરવા માટે ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિત રજૂઆત કરી છે.

પત્રમાં દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું છે કે, ઊંઝા એ ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે. તેમજ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ઊંઝા ખાતે આવેલું છે. જેથી અહીં માત્ર આજુબાજુથી જ નહીં પરંતુ દૂર દૂરથી ખેડૂતો અને વેપારીઓ પોતાની ઉપજો વેચવા તેમજ ખરીદવા માટે આવે છે. એટલું જ નહીં ઊંઝા એ કડવા પાટીદારોની કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું પણ પવિત્ર યાત્રાધામ છે. તેથી અહીં મોટી સંખ્યામાં દરરોજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. 

વળી ઊંઝા તાલુકાના 35 જેટલા ગામડાઓમાંથી મોટાભાગના લોકો સુરત ખાતે ધંધા રોજગાર અર્થે વર્ષોથી સ્થાયી થયેલા છે. ત્યારે સુરત ખાતે રહેતા લોકો ની ઊંઝા પોતાના માદરે વતનમાં સતત અવરજવર રહેતી હોય છે. તો વળી સારા-નરસા પ્રસંગે, તેમજ સામાજિક પ્રસંગોમાં પણ અવારનવાર ઊંઝા થી સુરત સુધી આવવા જવાનું થતું હોય છે. અર્થાત ઊંઝા સુરતનું ટ્રાફિક કાયમ માટે રહેતું હોય છે. ત્યારે આજના ટેકનોલોજી અને વિજ્ઞાનના ઝડપી યુગમાં લોકોને સરળતા અને સુલભતાપૂર્વક મુસાફરીનો લાભ મળે તે માટે મહેસાણા ડિવિઝનના ઊંઝા ડેપોને નવી એસી volvo બસ ફાળવવા દીક્ષિત ભઈ પટેલે વાહન વ્યવહાર મંત્રીને નમ્ર અનુમોદન કર્યું છે.