ઊંઝા : પૂર્વ પાલિકા પ્રમુખ દિક્ષિતભાઇ પટેલની રજૂઆત રંગ લાવી : સાંસદ અને નિયામકે પણ લખ્યા પત્રો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઊંઝા થી સુરત જવા માટે હાલમાં કોઈપણ પ્રકારની એસી વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ નથી. ત્યારે દિવાળીના સમયમાં સુરત ખાતે રહેતા આ વિસ્તારના લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે. ત્યારે ઊંઝા સુરત એસી વોલ્વો બસ શરૂ કરવા માટે ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિત રજૂઆત કરી હતી.
આ ઉપરાંત દીક્ષિતભાઈ પટેલે મહેસાણા સાંસદ સભ્ય હરિભાઈ પટેલ, ધારાસભ્ય ઊંઝા તેમજ એસ.ટી. વિભાગીય નિયામક મહેસાણાને પણ આ પત્ર જાણ સારૂ મોકલ્યો હતો. જેના સંદર્ભે સાંસદ હરિભાઈ પટેલે પણ વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષભાઈ સંઘવીને પત્ર દ્વારા ઘટતું કરવા રજૂઆત કરી હતી.
આ ઉપરાંત મહેસાણા એસટી વિભાગીય નિયામક દ્વારા પણ સંબંધિત એસટી વિભાગ કચેરી અમદાવાદને પત્ર લખીને ઊંઝા એસટી ડેપોને એસી વોલ્વો બસ ફાળવવા ભલામણ કરવામાં આવી છે. ત્યારે હવે આવનાર સમયમાં ઊંઝા એસટી ડેપોને એસી વોલ્વો બસ મળી શકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.