રાજકોટમાં દીપડાને બાબતે સરકાર ચિંતિત : ઋષિકેશ પટેલ
શહેરી વિસ્તારમાં દીપડાને લઈ ઋષિકેશ પટેલનું નિવેદન
'રાજ્ય સરકાર દીપડાને લઈને ચોક્કસ પ્લાન વિચારી રહી છે'
'રહેણાંકમાં હિંસક પ્રાણીઓ પહોંચી જવાની ઘટના ચિંતાજનક'
Mnf network:રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની દહેશત ફેલાઈ છે. જેના લીધે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાતે આવેલા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં હિંસક વન્ય પ્રાણીઓ વનમાં જ રહે અને ગામડાઓને શહેરો સુધી ન પહોંચે તે માટે રાજ્ય સરકાર રણનીતિ કરશે તેવું એલાન કર્યું હતું.
સૌરાષ્ટ્રને રાજકોટ સહિત રાજ્યભરમાં જંગલમાંથી વન્ય પ્રાણીઓ બહાર નીકળવાની અનેક ઘટનાઓ બને છે અને વન્ય હિંસક પ્રાણીઓ ગામડાઓ અને શહેરો સુધી પહોંચી જતા લોકોમાં ભય ફેલાય છે. આ બાબતે પણ રાજ્ય સરકાર રણનીતિ ઘડવાનું વિચારી રહી છે તે આજે કેબિનેટ મંત્રીએ જાહેર કર્યું હતું.
નોંધનીય છેકે સૌરાષ્ટ્રના ગીર જંગલ આસપાસના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને પોરબંદર વિસ્તારમાં હિંસક વન્ય પ્રાણીઓએ પશુઓ તેમજ સ્થાનિકો પર હુમલા કર્યાની ઘટનાઓ સામે આવે છે. તાજેતરમાં જ રાજકોટના બેડલા ગામે દીપળાએ એક પશુનું મારણ કર્યાની ઘટના સામે આવી હતી.