સુરત મનપા માં કોણ મેયર બની શકશે ? રાજ્યની 8 મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર

સુરત મનપા માં કોણ મેયર બની શકશે ? રાજ્યની 8 મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાત ની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. 

વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતીના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(પછાત જાતી) રહેશે. રાજકોટ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(અનુસૂચિત જાતી) બનશે.ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.

જામનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તેમજ બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે. જ્યારે જૂનાગઢ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(પછાત જાતી) બનશે. ગાંધીનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે પછાત જાતીના મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે.