સુરતના ડાયમન્ડ માર્કેટ સામે સરકાર આવી ઍક્શન મોડમાં
Mnf network: સુરત ડાયમન્ડ બુર્સની જાહેરાત મોટા પાયે થઈ રહી છે અને એને વિશ્વના સૌથી વિશાળ એવા ઑફિસ બિલ્ડિંગનું માન મળ્યું છે ત્યારથી રોજની હજારો-કરોડોની ઊથલપાથલ કરતું મુંબઈનું હીરાબજાર સુરત ટ્રાન્સફર થઈ જશે એવી વાતો અવારનવાર થાય છે. એમાં પણ મોટા ઉદ્યોગો અન્ય રાજ્યોમાં ખાસ કરીને ગુજરાત જતા હોવાનું કહીને રાજ્ય સરકારને ભીંસમાં લેવા વિરોધીઓ દ્વારા અવારનવાર કહેવાય છે કે રાજ્ય સરકાર મુંબઈને ખતમ કરવા પર તુલી છે.
જોકે સામા પક્ષે રાજ્ય સરકાર દ્વારા એનો મક્કમ અને યોજનાઓ દર્શાવી પુરાવા સાથે જવાબ આપવામાં આવે છે. મુંબઈનું હીરાબજાર અને સોનાનાં ઘરેણાંનો ધંધો સુરત ચાલ્યો જશે એવી બુમરાણ વચ્ચે રાજ્ય સરકારના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કહ્યું કે નવી મુંબઈના મ્હાપેમાં જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા જે ભવ્ય અને વિશાળ ‘ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી પાર્ક’ આકાર લઈ રહ્યો છે એને રાજ્ય સરકાર અનેક સવલત આપી એને સફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં સોનાનાં ઘરેણાં બનાવવાની ફૅક્ટરીઓ સાથે જે સોનાનાં અને હીરાજડિત ઘરેણાંઓના શોરૂમ પણ હશે અને એને માટે અનેક વર્લ્ડ ક્લાસ સુવિધા આપવામાં આવશે.
સરકાર તરફથી મ્હાપે ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં અપાયેલી ૨૧.૩ એકર જમીનના પ્લૉટ પર બની રહેલા આ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી પાર્કમાં ગોલ્ડ ઑર્નામેન્ટ્સના મૅન્યુફૅક્ચરિંગની ફૅક્ટરીઓ અને ટ્રેડિંગ માટેની ઑફિસો એ બન્નેનો સમાવેશ કરવામાં આવશે. એમાં ૨૦૦૦ કરતાં વધુ યુનિટ બનાવવામાં આવશે અને સાથે લોકલ અને હૅન્ડમેડ જ્વેલરીને પ્રમોટ કરવામાં આવશે. ખાસ કરીને હાલમાં કારીગરો નાનીઅમસ્તી જગ્યામાં સ્વાસ્થ્યને અનુકૂળ ન હોય એવી જગ્યામાં રહીને ઘરેણાં બનાવે છે તેમને ખુલ્લી અને પ્રૉપર જગ્યામાં બનેલી ફૅક્ટરીમાં કામ કરવા મળશે.
રાજ્ય સરકારના પ્રધાનમંડળની પેટા-કમિટીએ આ પાર્કને સ્ટૅમ્પ-ડ્યુટીમાં ૫૦ ટકાની રાહત આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે એમઆઇડીસીએ વધારાની એફએસઆઇ આપવાનું નક્કી કર્યું છે. વધારાની જે બે એફએસઆઇ આપવામાં આવશે એમાંથી એકની એફએસઆઇ લૅબગ્રોન ડાયમન્ડ માટે વપરાશે. લૅબગ્રોન ડાયમન્ડની લૅબમાં ઇલેક્ટ્રિસિટીનો બહુ વપરાશ થતો હોવાથી તેમને હાલમાં રાહત આપવા યુનિટદીઠ બે રૂપિયાનું કન્સેશન આવતાં પાંચ વર્ષ માટે અપાશે આમ લૅબગ્રોન ડાયમન્ડને પ્રમોટ કરવામાં આવશે.